BREAKING NEWS

પોલીસે મહિન્દ્રા સ્વરાજ મઝદા વાહનના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

  • October 15, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના શીતલપાર્ક પાસેથી પસાર થતી મહિન્દ્રા મઝદા વાહનમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂની હેરાફેરી એલસીબી ઝોન-2ની ટીમે પકડી પાડી છે. પૂર્વ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવતા પસાર થતા વાહનને રોકી તલાસી લેતા વ્હીલ પાસે ચોરખાનું બનાવ્યું હતું અને તેમાં જુદી જુદી બ્રાન્ડની 24 જેટલી ઈંગ્લીશ દારૂની બોટલ છુપાવી હતી જે શોધી કાઢી ચાલકની ધરપકડ કરી છે.

એલસીબી ઝોન-1ની ટિમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર રોડ પરથી એરપોર્ટની દીવાલ તરફથી આવતી જીજે-03-એટી-1494 નંબરની મહિન્દ્રા મઝદા વાહનમાં ઈંગ્લીશ દારૂની હેરાફરી કરવામાં આવી રહી છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે શીતલપાર્ક પાસે વોચ ગોઠવતા પસાર થતી મહિન્દ્રા સ્વરાજ મઝદા મીની બસને રોકી ચાલકનું નામ પૂછતાં મનસુખ કાનજીભાઈ કંબોડીયા (રહે-અક્ષરનગર મેઈન રોડ, ઓમ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-102, ગાંધીગ્રામ)નો હોવાનું જણાવતા પોલીસે વાહનની તલાસી લેતા પાછળના વ્હીલ પાસે એક ચોરખાનું બનાવેલું હોય તે ખોલવતા તેમાંથી ઈંગ્લીશ દારૂની જુદી જુદી 24 જેટલી બોટલ કી.રૂ.35,400ની મળી આવતા દારૂની બોટલો તેમજ વાહન મળી કુલ રૂ.2,35,400નો મુદામાલ કબ્જે કરી ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મનસુખ કંબોડીયા સામે એ ડિવિઝન પોલીસમાં જુગાર,ગાંધીગ્રામ પોલીસમાં જીવલેણ હુમલો અને દારૂના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું ખુલ્યું હતું.

આ કામગીરી એલસીબી ઝોન-2ના પીઆઈ આર,એચ.ઝાલાની રાહબરીમાં એએસઆઈ જે.વી.ગોહિલ, આર.એન.મિયાત્રા, પો.હેડ.કોન્સ.રાહુલભાઈ ગોહેલ , શક્તિસિંહ ગોહિલ, હેમન્દ્રભાઈ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, પો.કોન્સ.કુલદીપસિંહ રાણા સહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application