BREAKING NEWS

કોમ્બિંગ નાઈટમાં પીધેલી હાલતમાં ૧૧ અને છરી સાથે પાંચ શખસો પોલીસ ઝપટે ચડ્યા

  • February 09, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિવાર રાત્રીના શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ: ઝડપાયેલા શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ


શહેર પોલીસ દ્વારા રવિવારે કોમ્બિંગ નાઈટ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી છરી સાથે પાંચ શખસોને ઝડપી લીધા હતા. જ્યારે દારૂ પી નીકળેલા ૧૧ શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા.જેની સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા અને ગુનેગારો પર લગામ કસવા માટે શહેર પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ નાઈટ કરવામાં આવે છે. દરમિયાન ગઈકાલ રાત્રિના પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ કરવામાં આવી હતી. જેમાં છરી સાથે અને પીધેલી હાલતમાં ૧૬ શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા. પોલીસે છરી સાથે પાંચ શખસો અને દારૂ પી નીકળેલા ૧૧ શખસોને ઝડપી લીધા હતા.

શહેરમાં સામાન્ય બાબતમાં છરી સહિતના હથિયારો વડે હુમલા કરવાની ઘટનાઓ સતત વધી રહી હોય ત્યારે પોલીસે છરી સહિતના હથિયારો સાથે રાખી ફરતા શખસો સામે પણ તવાઈ ઉતારી હતી. જેમાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પરથી જયેશ સંપટભાઈ ચારોલીયાને, માલવિયાનગર પોલીસે અમરનગર ૧ માંથી રાજદીપ ચુનીભાઇ પરમારને અને મયાણી નગર ચોક પાસેથી રામ ડામર સિંધને, રાજકોટ તાલુકા પોલીસે સત્ય સાંઈ રોડની બાજુમાં આંગન રેસીડેન્સી પાસેથી વનરાજ ભીખાભાઈ વાઘેલાને, બી ડિવિઝન પોલીસે સંત કબીરના નાલા પાસેથી ભરત પ્રેમજી છરી સાથે પકડી પાડી હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

શહેરની અલગ અલગ પોલીસે નાઈટ પેટ્રોલીંગ કરી પીધેલી હાલતમાં ૧૧ શખસોને પકડી પાડ્યા હતા. જેમાં કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદ પર પાસેથી નટવરસિંહ માનભા ચુડાસમાને, ભક્તિનગર પોલીસે ગાયત્રીનગર રોડ પરથી રૂપસિંહ ઉત્જીરસિંગ ટમટાને, પ્રદ્યુમન નગર પોલીસે કીટીપરા ગાયકવાડીમાંથી હુસેન દાઉદભાઈ ઢેબાને, ગાંધીગ્રામ પોલીસે નાણાવટી ચોક પાસેથી મયુરસિંહ મોહનસિંહ ઝાલાને અને હનુમાન મઢી પાસેથી મયંક મહેન્દ્રભાઈ ખજુરીયા તેમજ સુરેશ સાજણભાઈ દુબેને, માલવીયાનગર પોલીસે સરદાર નગર મેન રોડ પરથી મહેશ બાબુભાઈ ગોહિલને અને માવડી પ્લોટ અમરનગરમાંથી રણજીત ભુપતભાઈ ડાભીને તથા મેઘમાયાનગર રાજનગર ચોકમાંથી મનીષ પંકજકુમાર ચુડાસમાને, રાજકોટ તાલુકા પોલીસે પુનિત નગર, મટુકી રેસ્ટોરન્ટ પાસેથી દીપક ઇન્દ્રસિંહ વિશ્વકર્માને, પ્રદ્યુમન નગર પોલીસે બહુમાળી ભવન પાસેથી જયેશ ઉર્ફે નવઘણ ગોવિંદભાઈ વાઘેલાને પીધેલી હાલતમાં પકડી પાડી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application