BREAKING NEWS

પોરબંદરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પોલીસે હાથ ધરી કાર્યવાહી

  • October 08, 2025 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિક તથા પાર્કિંગની સમસ્યામાં વધારો થતો જોવામાં આવતા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે એકી બેકી તારીખ મુજબ પાર્કિંગના જાહેરનામાનો અમલ કરવા સુચના આપવામાં આવી છે તેથી ટ્રાફિક ટીમ દ્વારા કમલાબાગથી જુના ફુવારા સુધી વાહનચાલકો સહેલાઈથી જોઈ શકે તે રીતે રોડની બંન્ને બાજુ પાર્કિંગના સાઈન બોર્ડ તથા સ્ટીકર્સ લગાવવામાં આવેલ છે અને ટ્રાફિક પોલીસ તથા કમલાબાગ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરી વેપારીઓને વાહન લઈને આવતા ગ્રાહકોને પાર્કિંગ બાબતે સમજ કરવા પોલીસ દ્વારા સુચના આપવા આવેલ છે.આ ઉપરાંત  છેલ્લા બે દિવસથી ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડ દ્વારા વાહનચાલકોના વાહનો એકી બેકી તારીખ મુજબ પાર્કિંગ કરાવવામાં આવી રહ્યા છે અને હજુ ત્રણ દિવસ સુધી લોકોમાં તથા વાહનચાલકોમાં જાણકારી મળી રહે તે માટે  પોલીસ દ્વારા એકી બેકી તારીખ મુજબ પાર્કિંગ કરાવવામાં આવશે અને ત્યારબાદ તા.૧૦.૧૦.૨૦૨૫ થી જાહેરનામાના ભંગ બદલ કાયદેસસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની જાહેર જનતાએ નોંધ લેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News