BREAKING NEWS

જાણ કર્યા વગર મિલકત ભાડે આપનાર અને હોટેલના સંચાલકો પર પોલીસ તૂટી પડશે

  • November 13, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ગુજરાત પોલીસ એકશન મોડ પર આવી છે ગઈકાલે મોડી સાંજે રાય પોલીસવડા વિકાસ સહાયએ તમામ જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે મહત્વની વિડીયો કોન્ફરન્સ પણ કરી હતી જેમાં પથીક સોટવેર માં એન્ટ્રી ન કરનાર હોટલના માલિક કે મેનેજર સામે ગુના નોંધવા તેમજ મકાનો અને દુકાનોમાં સરપ્રાઈઝ ચેક કરી પોલીસની જાણ કર્યા વગર ગેરકાયદેસર ભાડે મકાન આપનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવાના મામલે કડક સાથે કામ લેવા સૂચના આપી છે.
ઉપરાંત આ બેઠકમાં આતંકવાદી ગતિવિધિઓ અનુસંધાને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એડવાન્સ લેવલની તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવાની સાથે જરી સૂચનાઓ આપવામાં આવી હતી.
નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકીને આ બેઠકમાં એટીએસ સહિત તમામ ફિલ્ડ યુનિટના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત રાયના પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ની કામગીરીની સમીક્ષા કરી વિવિધ ૩૦ મુદ્દાઓ પર રજીસ્ટરની યોગ્ય નિભાવણી કરવા પર ખાસ ભાર મૂકયો હતો.
આ બેઠકમાં ખાસ કરીને આતંકવાદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગંભીર ગુનાઓમાં એટલે કે અન લો ફુલ એકિટવિટિઝ પ્રિવેન્શન એકટ તેમજ ટેરેરિસ્ટ ડિસરપ્ટીવ એકિટવિટિઝ પ્રિવેન્શન એકટ ઉપરાંત એનડીપીએસ એકટ, આમ્ર્સ એકટ, એકસપ્લોઝિવ એકટ, ફેક ઇન્ડિયન કરન્સી અગાઉ પકડાયેલા આરોપીઓ, ગુનાહિત ઇતિહાસ સહિતનું રજીસ્ટર નિભાવવા તથા આ પ્રકારના આરોપીઓ પર સતત વોચ રાખવા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. માત્ર એસઓજી ને જ નહીં, પરંતુ લોકલ પોલીસને પણ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સને સક્રિય રાખીને આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે સતત વોચ રાખવા માટે જરી સૂચના આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News