રાજકોટ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસમેન અજય ભીખાભાઈ ડાભી(ઉ.વ ૪૦ રહે. રેસકોર્સની સામે પોલીસ હેડ ક્વાર્ટર, રાજકોટ મૂળ ઉપલેટા) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ૧૫ થી ૨૦ અજાણ્યા શખસોનું ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ હતું કે અકસ્માતની ઘટના બાદ વિફરેલા ટોળાને સમજાવાની કોશિશ કરી હતી પરંતુ વિફરેલા ટોળાએ બસ પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં 15 થી 20 અજાણ્યા શખસો બસનો દરવાજો ખોલી ડ્રાઇવરને ઉપરથી ખેંચી નીચે ઉતારી માર મારવા લાગ્યા હતા.જેથી ટ્રાફિક પોલીસ મેને વચ્ચે પડી ટોળાને વિખેરાઇ જવા કહ્યું હતું તેમ છતાં તેઓ તેને માર મારતા હોય પોલીસમેને ડ્રાઇવરને અહીંથી ખેંચી એમ્બ્યુલન્સમાં મોકલી દીધો હતો.
બાદમાં આ ટોળાએ પોલીસમેન અજયભાઈ ડાભી સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી, ગાળાગાળી કરવા લાગ્યા હતા અને કહેતા હતા કે, તમે ડ્રાઇવરને અમને કેમ ન સોપ્યો અને એમ્બ્યુલન્સમાં કેમ મોકલી દીધો? તેમ કહી પોલીસવાળા ભાઈએ ડ્રાઇવરને બચાવ્યો છે તેમ કહી કેટલાક શખસો બૂમો પાડવા લાગ્યા હતા અને પોલીસમેન સાથે હાથાપાઈ કરવા લાગ્યા હતા. ટોળું બેકાબુ બનતા પોલીસમેને જીવ બચાવવા અહીંથી દોટ મૂકી હતી. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસમેન અજયભાઈ ડાભીની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 15 થી 20 અજાણ્યા શખ્સોના ટોળા વિરુદ્ધ બસ પર પથ્થરોનો ઘા કરી તોડફોડ કરવા ગેરકાયદે મંડળી રચી બસના ડ્રાઇવરને માર મારવા અને પોલીસમેન સાથે હાથપાઇ કરી તેની ફરજમાં રૂકાવટ કરવા તથા સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે આગાઉ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતાં.દરમિયાન પોલીસે વધુ એક આરોપી લક્ષ્મણ પોલાભાઇ સિંધવ (ઉ.વ ૧૮ રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર ૭૧૩) ની ધરપકડ કરી અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech