રાજકોટના રૈયારોડ કનૈયાચોકમાં થોડા દિવસો પૂર્વે યુવક પર છરીથી થયેલા હુમલાની ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે એક બાળ આરોપી સહિત પાંચની અટકાયત કરી હતી.એક બાળ આરોપીને પોલીસ સ્ટેશનની અંદર તાલિબાની જેવી ક્રૂરતા આચરી બાળ આરોપીના માથાના મૂળમાંથી વાળ ખેંચી કાઢતા આ કૃત્યનો વીડિયો પણ ઉતારવાના ચકચારી બનાવમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સફાઇ કામદાર શૈલેષ અને કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગર સામે ગુનો નોધી શૈલેષની ધરપકડ થયા બાદ કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની ધરપકડ કરવામાં આવ્યા બાદ પોતે પોતાની સેફટી માટે વિડીયો ઉતાર્યાનું નિવેદન લખાવતા ચકચાર જાગી છે.
હવે તપાસકર્તાઓ સામે પણ આશંકાઓ
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં "ટોક ઓફ ધ ટાઉન" બનેલા બાળ આરોપીના મૂળમાંથી વાળ ખેંચી નાખવાના ચકચરી પ્રકરણમાં પ્રથમથી જ થયેલી તપાસ સામે પણ શંકાઓ ઉપજે તેવા આરોપીઓ દ્વારા એક પછી એક નિવેદનો નોંધાવતા હવે તપાસકર્તાઓ સામે પણ આશંકાઓ ઊભી થાય તેવું જણાઈ થયું છે.
કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની ધરપકડ કરી
આ પ્રકરણમાં ગાંધીગ્રામ પોલીસે સફાઇ કામદાર શૈલેષ તથાં કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર સામે ગુનો નોંધી પ્રથમ શૈલેષની ધરપકડ કર્યા બાદ પોલીસમેન આરોપી કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની ધરપકડ કરી હતી તેની પુછતાછ કરતા તેણે આ વાળ ખેંચવાના કૃતિઓમાં પોતાનું નામનો ખુલે તે માટે વિડીયો ઉતાર્યાનું નિવેદન આપ્યું છે.
વીડિયો કોણે વાયરલ કર્યો તે તપાસનો વિષય
પરંતુ વિડિયો વાયરલ પોતે નહીં કર્યાનું તપાસ કરતા અધિકારીઓ સામે નિવેદન નોંધાવતા હવે પોલીસ માટે જો પ્રદીપ ડાંગરે આ વિડીયો વાયરલ નથી કર્યો તો કોણે કર્યો તે તપાસનો વિષય બની ગયો છે.