ખુલ્લી હવામાં પણ શ્ર્વાસ રુંધાય અને વિઝિબિલિટી ડિસ્ટર્બ થાય તે હદે પ્રદૂષણ: હવામાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ૧૦૦૦થી વધી ગયું
પીએમ ૨.૫નું પ્રમાણ ૫૦થી ૧૦૦ સુધી હોવું જોઇએ તે પણ ૫૨૬ સુધી નોંધાયું: પીએમ ૧૦નું પ્રમાણ ૧૦૦ સુધી હોવું જોઇએ, જે ૭૨૦ નોંધાયા
રાજકોટ શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં કયારેય ન ફટા હોય તેટલા ફટાકડા ફટતા અભૂતપૂર્વ આતશબાજીને કારણે શ્વાસ ંધાઇ જાય તેટલી હદે પ્રદૂષણ પ્રસયુ હતું અને ધુમાડાના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઇ હતી.દરમિયાન રાજકોટ મહાપાલિકા દ્રારા આઇવે પ્રોજેકટ હેઠળ મુકાયેલા સીસી ટીવી કેમેરામાં હવામાન અને પ્રદૂષણની નોંધ પણ થાય તેવો સોટવેર ઇન્સ્ટોલ કરાયેલો છે તે સોટવેરમાં થયેલી નોંધ મુજબ રાજકોટ શહેરમાં ગઇકાલે દિવાળીની રાત્રે એર કવોલિટી ઇન્ડેકસ ૫૦૦ને પાર પહોંચ્યો હતો જે ભયજનક છે, સામાન્ય રીતે આ ઇન્ડેકસ શહેરી વિસ્તારમાં ૧૦૦ સુધી રહે તો મધ્યમ અને ૧૦૦ની નીચે રહે તો તે આદર્શ સ્થિતિ માનવામાં આવે છે.
રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરના ત્રણેય ઝોનના મુખ્ય ૨૦ વિસ્તારોના કેમેરામાં નોંધાયેલા પ્રદૂષણમાં એર કવોલિટી ઇન્ડેકસ ઉપરાંત હવામાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ માપવામાં આવ્યું હતું જે પણ સરેરાશ ૧૦૦૦થી ઉપર નોંધાયું હતું જે પણ ભયજનક છે. આ ઉપરાંત પીએમ ( શુધ્ધ હવાને પ્રદૂષિત કરતા પાર્ટિકલ્સ, પર્ટીકયુલર મેટર નું પ્રમાણ જેમાં પીએમ ૨.૫ અને પી.એમ.૧૦ તેમ બે કલાસિફાઇડ કેટેગરી હોય છે. પીએમ ૨.૫ શૂન્યથી ૫૦ સુધી અને પી.એમ.૧૦ શૂન્યથી ૧૦૦ સુધી હોય તો તે વ્યાજબી પ્રમાણ મનાય છે પરંતુ ગઇકાલે દિવાળીની રાત્રે પી.એમ. ૨.૫નું પ્રમાણ ૫૨૬ સુધી પહોંચ્યું હતું અને પી.એમ.૧૦નું પ્રમાણ તો અમુક વિસ્તારોમાં ૭૨૦ સુધી પહોંચ્યું હતું.
રાજકોટવાસીઓએ જીવનમાં કયારેય ન અનુભવ્યું હોય તેવું ભયંકર પ્રદૂષણ ગઇકાલે તા.૨૦–૧૦–૨૦૨૫ની દિવાળીની રાત્રે પ્રથમ વખત અનુભવ્યું હતું. રાજકોટ શહેરમાં નોંધાયેલા પ્રદૂષણના ઉપરોકત વિવિધ આકં રાત્રે ૧૨ કલાકે નોંધાયેલા છે. સમગ્ર વર્ષ દરમિયાન શહેરમાં કયારેય આટલું પ્રદૂષણ નોંધાયું નથી, એકંદરે દિવાળી નો દિવસ રાજકોટ શહેરનો સમગ્ર વર્ષનો સૌથી પ્રદૂષિત દિવસ રહ્યાનું નોંધાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application