BREAKING NEWS

રાજકોટમાં પ્રદૂષણ બેકાબુ કે મ્યુનિ. સેન્સરમાં લોચા? AQI ૩૨૫ને પાર

  • December 01, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં મહાપાલિકાના સેન્સરમાં જે રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાય રહ્યો છે તે જો સત્ય હોય તો રાજકોટમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ખતરનાક હદે વણસી રહી છે તેમ માનવું જ પડે પરંતુ જે રીતે દરરોજ અલગ અલગ વિસ્તારોમાં અચાનક વાયુ પ્રદૂષણ વધી જાય છે અને અચાનક ઘટી જાય છે તે બાબત સેન્સરમાં પણ કંઈક લોચા હોવાની શંકા જન્માવે છે.

રાજકોટ મહાપાલિકાના સેન્સરમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલા સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ અનુસાર જામ ટાવર ચોક સૌથી વધુ પ્રદૂષિત છે જ્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી તેમજ વાહનોનો ટ્રાફિક પણ રોડ ડાયવર્ઝનને કારણે ઘટ્યો છે ! બીજા ક્રમે કોર્પોરેશન ચોક, ત્રીજા ક્રમે રામાપીર ચોક, સોરઠિયાવાડી અને નાના મવા ચોક સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ ધરાવતા વિસ્તારો તરીકે ઉપસી આવ્યા છે. એર ક્વોલિટી ઇન્ડેક્સથી શહેરીજનો ચિંતિત થઇ રહ્યા હોય મહાપાલિકાના તંત્રવાહકો અને પદાધિકારીઓએ આ અંગે સત્ય શોધીને નાગરિકો જોગ જાહેર સ્પષ્ટતા કરવી જોઈએ.


છેલ્લા એક સપ્તાહનો સરેરાશ એક્યુઆઇ

ક્રમ---- વિસ્તાર---લઘુત્તમ---મહત્તમ

૧.જામ ટાવર ચોક ૪૫ ૩૨૬

૨.કોર્પોરેશન ચોક ૫૩ ૩૨૪

૩.રામાપીર ચોક ૫૦ ૩૧૭

૪.સોરઠિયાવાડી ૪૫ ૩૦૬

૫.નાના મવા ચોક ૪૧ ૩૨૨

૬.ઇસ્ટ ઝોન ૧૫ ૬૪

૭.રેસકોર્સ ૧૩ ૮૬

૮.કોઠારીયા ૧૫ ૪૫

૯.મહિલા કોલેજ ૩૪ ૯૫

૧૦.આજી ડેમ ૪૦ ૧૧૧

૧૧.જડુસ ચોક ૧૪ ૧૦૮

૧૨.મોરબી રોડ ૩૫ ૧૦૦

૧૩.ગ્રીનલેન્ડ ૧૪ ૧૧૩

૧૪. દેવપરા ૯ ૭૧

૧૫.જિલ્લા પંચાયત ૨૫ ૯૫

૧૬.અટીકા ૧૫ ૧૧૬

૧૭.રેલવે ૧૦ ૧૦૨

૧૮.ડીલક્સ ચોક ૪૮ ૧૧૦

૧૯. પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ૩૨ ૧૦૪

૨૦.ત્રિકોણ બાગ ૧૮ ૬૨



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application