17 નવેમ્બર સુધી તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજો બંધ રાખ્યા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે શુક્રવારે પણ તમામ જાહેર પાર્ક, પ્રાણી સંગ્રહાલયો, ઐતિહાસિક સ્થળો અને રમતના મેદાનોને 17 નવેમ્બર સુધી બંધ કરી દીધા છે. પ્રાંતનો મોટો હિસ્સો ગાઢ ધુમ્મસનો સામનો કરી રહ્યો છે અને હવા ગુણવત્તા સૂચકાંક જોખમી સ્તરે રહે છે.
વિઝિબિલિટી ઘટીને થઈ 100 મીટર
14 મિલિયનની વસ્તી ધરાવતું લાહોર શહેર ઓક્ટોબરથી ધુમ્મસનો સામનો કરી રહ્યું છે. ગુરુવારે શહેરનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 1000 હતો અને શુક્રવારે AQI 600થી ઉપર હતો. 300 થી ઉપર હોવું જોખમી માનવામાં આવે છે. કલાકો સુધી છવાયેલા ધુમ્મસના કારણે શહેરીજનોને અંધારામાં જીવન જીવવું પડ્યું હતું. વિઝિબિલિટી ઘટીને લગભગ 100 મીટર થઈ ગઈ છે.
રાજધાની લાહોર સહિત પંજાબના 18 જિલ્લામાં સરકારી કર્મચારીઓએ ઘરેથી કામ કરવું પડશે. શુક્રવારે લાહોરની અદાલતે તમામ બજારોને રાત્રે 8 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સત્તાવાળાઓએ પહેલાથી જ મેરેજ હોલને રાત્રે 10 વાગ્યા સુધી બંધ કરવાનો આદેશ આપી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયાજ્ઞવલ્કય વિદ્યા મંદિરમાં ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાયો
May 03, 2025 12:57 PMસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech