કમોસમી વરસાદની આગાહીના પગલે ત્રણ દિવસ બાદ આજે શનીવારે સવારે પીથલપુર સહિતના પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા હતા.જિલ્લામાં બપોર સુધી અન્યત્ર મેઘવિરામ રહયો હતો.શહેરનું મહત્તમ તાપમાન વધીને ૩૪.૪ ડિગ્રી નોંધાયુ હતુ.
પીથલપુર એસ.ટી બસ સ્ટેન્ડ સહિત રસ્તાઓમાં ગોઠણ સમા પાણી ભરાતા રાહદારીઓ, યાત્રાળુઓ અટવાયા હતા. ભર ઉનાળે વૈશાખે અષાઢી માહોલ જામતા ખેતરમાં પાકને ભારે નુકસાન થયાનુ ધરતીપુત્રોએ જણાવ્યું છે. કમોસમી વરસાદથી ગરમીમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતો અને વેપારીઓમાં તેમજ અનેક જગ્યાએ લગ્ન સહિતના પ્રસંગોમાં પણ દોડધામ મચી હતી.
દક્ષિણ- પશ્ચિમ રાજસ્થાનમાં ઊભા થયેલા ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભાવનગર સહિત અનેક સ્થળોએ તા.૪થી ૧૨ મે સુધી ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવનની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે.આજે ઓરેન્જ એલર્ટ વચ્ચે ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં બપોર સુધી મેઘવિરામ રહયો હતો.હજુ તા.૧૧ અને ૧૨ મે ના રોજ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન એક ડિગ્રી વધીને ૩૪.૪ ડિગ્રી નોંધાયુ હતુ.આથી બપોરના સમયે ગરમી અનુભવાઈ હતી.જ્યારે લઘુતમ તાપમાન ૧.૮ ડિગ્રી ઘટીને ૨૩.૮ ડિગ્રી નોંધાયુ હતુ.આજે શનિવારે સવારે ભેજ ૮૨ ટકા નોંધાયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૨ કિ.મી. રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS
May 10, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech