પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી જેમાં અનેક મહત્વના ઠરાવો થયા હતા. પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી જેમાં ગત બેઠકની કાર્યવાહીની અમલવારીની સમીક્ષા કરવામાં આવી હતી તથા વિવિધ સમિતિઓની બેઠકની કાર્યવાહીની નોંધ લેવાઇ હતી. જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલ જિલ્લા પંચાયતના સ્વભંડોળના હાથ ધરવાના થતા વિકાસકામો સંદર્ભે ફેરફાર કરવા હીરીબેન લખમણભાઇ મોરી, જયેશભાઇ લલીતભાઇ ભુતીયા, ગોપાલભાઇ ભીમજીભાઇ કોઠારી, આવડાભાઇ વીરમભાઇ ઓડેદરા વગેરેએ રજૂઆત કરી હતી. પોરબંદરમાં જિલ્લા પંચાયત કચેરીના રીપેરીંગ અને રીનોવેશન માટે અમલીકરણ અધિકારી નક્કી કરવા, જાહેર બાંધકામ સમિતિના પાવર ઓફ ડેલીગેશનમાં ફેરફાર કરવા, નવા બનનારા સ્ટાફ કવાર્ટર્સ માટે વીજળી, પાણી અને ગટરના કનેકશન સહિત અન્ય સુવિધા મેળવવા તથા અન્ય મરામત ખર્ચ જિલ્લા પંચાયતે કરવા અંગે હયાત જુના સ્ટાફ કવાટર્સ સિવાયની અન્ય જગ્યાએ નવા સ્ટાફ કવાર્ટર્સ બનાવવાના કિસ્સામાં પૂરતી જમીન ઉપલબ્ધ હોવા અંગે ઠરાવ થયા હતા અને સામાન્ય સભાની આ બેઠકમાં ઠરાવ સર્વાનુમતે પાસ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech