પોરબંદર એલ.આઇ.બી. વિભાગના પી.એસ.આઇ.ની ભાવનગર પોલીસે દુષ્કર્મના ગુન્હામાં ધરપકડ કરી છે અને તેમને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. હાલ પોરબંદરના એલ.આઇ.બી.માં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા અને અગાઉ ભાવનગર જિલ્લામાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પી.એસ.આઇ. પરમારે ભાવનગરની યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમસબધં બાંધ્યો હતો અને વારંવાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને યુવતીની સગાઇ થઇ જતા પી.એસ.આઇ.એ યુવતીના ભાવિ સાસરીયા પક્ષને અંગત પળોના વીડિયો મોકલી યુવતીને બદનામ કરી હતી. જેથી સાસરીયાપક્ષ દ્રારા સબધં તોડી નાખતા યુવતીદ્રારા પી.એસ.આઇ. પરમાર વિરૂધ્ધ ભાવનગરના નિલમબાગ પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ભાવનગર પોલીસે પોરબંદર આવી પી.એસ.આઇ. પરમારની ધરપકડ કરી છે.
ભાવનગર શહેરમાં ફરજ બજાવી ચૂકેલા પી.એસ.આઇ. બેન્ઝામીન પરમાર પરિણીત હતા અને પી.એસ.આઇ. બેન્ઝામિન દ્રારા ભાવનગરના એક વિસ્તારમાં રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં યુવતીની મરજી વિરૂધ્ધ જુદાજુદા સ્થળો પર લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં આ પી.એસ.આઇ. બેન્ઝામિન પરમારની અંદાજિત બેથી અઢી વર્ષ પહેલા પોરબંદર જિલ્લ ામાં બદલી થઇ હતી. તેઓ પોરબંદરના મીયાણી મરીન પોલીસ મથકે પી.એસ.આઇ. હતા. અને બાદ છેલ્લ ા દોઢેક વર્ષથી પોરબંદરના એલ.આઇ.બી. ખાતામાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. બદલી બાદ પણ પી.એસ.આઇ. પરમાર દ્રારા ભાવનગર ખાતે રહેતી આ યુવતી પર નજર રાખી હતી અને યુવતીની સગાઇ થઇ હોવાના સમાચાર પી.એસ.આઇ. પરમારને મળતા પરમાર દ્રારા યુવતી સાથેના અંગત પળોના વીડિયો યુવતીના સાસરીયાને મોકલી યુવતીને બદનામ કરવાની કોશિશ કરી હતી. આ પ્રકરણમાં યુવતીના સાસરીયાઓ દ્રારા તેના ભાવિ પતિએ યુવતી સાથે સબધં તોડી નાખતા યુવતીએ પી.એસ.આઇ. બેન્ઝામિન પરમાર વિરૂધ્ધ ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગરમાં ભરતનગર પોલીસમથકના પી.આઇ. કુરેશીને તપાસ સોંપવામાં આવતા પોલીસે પોરબંદર ખાતેથી આરોપી પી.એસ.આઇ. બેન્ઝામિન પરમારની ધરપકડ કરી ભાવનગર ખાતે લઇ જઇ કાર્યવાહી હાથ ધરી છે.
પી.એસ.આઇ. સસ્પેન્ડ થશે
ભાવનગરની યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર પી.એસ.આ. બેન્ઝામિન પરમાર પોરબંદર ખાતેના એલ.આઇ.બી. વિભાગમાં ફરજ બજાવતા હોય અને તેમની સામે ગુન્હો દાખલ થતા ભાવનગર પોલીસ દ્રારા ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મામલે ભાવનગર પોલીસ દ્રારા પ્રક્રિયા કરી પોરબંદર એસ.પી.ને જરૂરી કાગળો મોકલી આપવામાં આવશે ત્યારબાદ પોરબંદર એસ.પી.દ્રારા પી.એસ.આઇ. પરમારને સસ્પેન્ડ કરવામાં આવશે તેવું પોલીસ વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application