ખેડૂતો માટે રાહતના સમાચાર... અરબી સમુદ્રની સિસ્ટમ નબળી પડવાની શકયતા
ખેડૂતો માટે રાહતના સમાચાર... અરબી સમુદ્રની સિસ્ટમ નબળી પડવાની શકયતા
October 31, 2025 12:47 PM
અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં ઊભું થયેલું ડિપ્રેશન ગોકળગાયની ગતિએ દરિયામાં જ આગળ વધી રહ્યું છે. ગઈકાલે પ્રતિ કલાકના ત્રણ કિલોમીટરની ઝડપે આ સિસ્ટમ નોર્થ દિશામાં આગળ વધતી હતી આજે તેની ગતિ પ્રતિ કલાકના સાત કિલોમીટરની રહેવા પામી છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આ સિસ્ટમ નોર્થ નોર્થ વેસ્ટ દિશામાં અરબી સમુદ્રમાં જ આગળ વધી રહી છે અને આગામી ૨૪ કલાક પછી તે તબક્કાવાર નબળી પડતી જશે. આ સિસ્ટમ નબળી પડવાના કારણે સ્વાભાવિક રીતે જ માવઠાનું જોર પણ ઘટશે. પરંતુ તેનાથી હરખાવાની ખાસ જર નથી. કારણ કે આગામી તારીખ ત્રણ નવેમ્બરના રોજ સમગ્ર નોર્થ વેસ્ટ ઇન્ડિયાને અસર કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન હિમાલયન રિજીયનમાં ઊભું થઈ રહ્યું છે. આ સિસ્ટમની અસરના ભાગપે અત્યારથી જ હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડે છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા બંને ચાલુ થઈ ગઈ છે અને નોર્થ વેસ્ટ ના રાયોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી ઉભી થનારી સિસ્ટમના કારણે આગામી તારીખ ત્રણ થી પાંચ દરમિયાન વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના આજે સવારના ૮:૩૦ વાગ્યાના બુલેટિનમાં જણાવ્યા મુજબ અરબી સમુદ્રની ડિપ્રેશનની આ સિસ્ટમ વેરાવળ થી ૩૩૦ કિલોમીટર મુંબઈથી ૪૭૦ કીલોમીટર અને પણજી થી ૬૭૦ કિલોમીટર દૂર છે. નોર્થ મહારાષ્ટ્ર્રના દરિયામાં અત્યારે એન્ટી સાઇકલોનિક સકર્યુલેશન ઉભું થયું છે અને તે આ સિસ્ટમને નબળી પાડશે