પોસ્ટ વિભાગની રાખી મેઇલ યોજના રાખડી મોકલવામાં હવે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ
પોસ્ટ વિભાગની રાખી મેઇલ યોજના રાખડી મોકલવામાં હવે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ
August 13, 2026 02:19 PM
ભાઈ–બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્રારા રાખી મેઇલ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ સ્પીડ પોસ્ટ મારફતે મોકલવામાં આવતી રાખડી પર ૧૦ ટકા વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. દેશભરમાં આ યોજના ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬થી અમલમાં આવી છે અને રક્ષાબંધનના તહેવારના ૧૫ દિવસ પૂર્વે દર વર્ષે આ વ્યવસ્થા સક્રિય કરવામાં આવશે. સ્થાનિક નાગરિકોને સરળતાથી રાખડી મોકલી શકાય તે માટે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મોડી રાત્રે અથવા અનુકૂળ સમયે રાખડી બુક કરાવવા ઇચ્છતા ગ્રાહકો માટે અહીં ૨૪ કલાક કાઉન્ટરની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોસ્ટ વિભાગના જણાવ્યા મુજબ ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ માત્ર ઇન્ડિવિયુઅલ સ્પીડ પોસ્ટ (ડોકયુમેન્ટ) આર્ટિકલ પર જ લાગુ પડશે. ડિસ્કાઉન્ટનો લાભ માત્ર રાખડી પર જ મળશે અને તે મૂળ પોસ્ટલ ચાર્જ પર જ લાગુ થશે. ગ્રાહકોએ રાખડી બુક કરાવતી વખતે કવર કે પાર્સલના આગળના ભાગે સ્પષ્ટ્ર અક્ષરે પછફસવશ ખફશહથ લખવાનું રહેશે. કાઉન્ટર ઓપરેટર રાખડીનું કવર ખોલ્યા વગર બહારથી જ તેની ચકાસણી કરશે. આ યોજનામાં એક ગ્રાહક એક સમયે વધુમાં વધુ પાંચ સ્પીડ પોસ્ટ આર્ટિકલ બુક કરાવી શકશે. ડિસ્કાઉન્ટનો લાભ માત્ર પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરથી થતી રિટેલ બુકિંગ માટે જ માન્ય રહેશે અને બલ્ક બુકિંગ માટે લાગુ પડશે નહીં. ભારતીય ટપાલ વિભાગે નાગરિકોને રક્ષાબંધનના પવિત્ર પર્વે પોતાની બહેન કે ભાઈ સુધી રાખડી સુરક્ષિત અને વ્યાજબી દરે પહોંચાડવા નજીકની પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરવા અપીલ કરી છે. રાજકોટ હેડ પોસ્ટ ઓફિસની ૨૪ કલાકની વિશેષ સુવિધાનો લાભ લઈ સમયસર રાખડી બુક કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.