જામનગર શહેર અધ્યક્ષ, ધારાસભ્યો, સાંસદના માર્ગદર્શન હેઠળ બિહારમાં જેમના સ્વજનો રહેતા હોય, અને આગામી બિહારની ચૂંટણીમાં મતદાન કરવાના હોય તેવા લોકોને જામનગરથી પોસ્ટકાર્ડ લખી, એન.ડી.એ પક્ષમાં મતદાન કરવા અનુરોધ કરવાં પોસ્ટકાર્ડ કેમ્પિંગ કરવામાં આવેલ. બહોળા પ્રમાણમાં લોકોએ પોતાના બિહાર રહેતા સ્વજનોને પોસ્ટકાર્ડ લખી મોકલાવેલ છે.
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી કેમ્પિંગમાં ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરેલ. આગામી બિહારની ચૂંટણીમાં એનડીએના સમર્થનમાં જામનગરથી પ્રેરક પોસ્ટકાર્ડ કેમ્પિંગ હાથ ધરવામાં આવ્યું છે.