BREAKING NEWS

રાજકોટના તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં હવે દર બુધવારે વીજકાપ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ માંગને પહોંચી વળવા નિર્ણય

  • October 16, 2026 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તમામ ઔદ્યોગિક એસોસિએશનોને એક મહત્વપૂર્ણ પરિપત્ર મોકલીને જાણકારી આપવામાં આવી છે. ગત ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરશ્રી દ્વારા યોજવામાં આવેલી બેઠકના અસંવાદ અને નિર્ણયો અનુસાર વીજ માંગનું યોગ્ય વ્યવસ્થાપન કરવા તથા ગ્રીડની સ્થિરતા સાથે અવિરત વીજ પુરવઠો જાળવી રાખવા માટે આ ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં સ્ટેગરીંગ એટલે કે વારાફરતી વીજ કાપ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.


રાજકોટમાં વીજ કાપનો સમય અને નિયમો

આ નિર્ણયની અમલવારી હેઠળ રાજકોટ જિલ્લાના તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં હવેથી દર અઠવાડિયાના દરેક બુધવારે બપોરના ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી (કુલ ૭ કલાક) વીજ કાપ રાખવામાં આવશે. જોકે, ઉદ્યોગોને રાહત આપવા માટે એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ઔદ્યોગિક એકમો કન્ટીન્યુઅસ પ્રોસેસ ધરાવે છે, તેમને આ વીજ કાપમાંથી બાકાત રાખવામાં આવશે અને આ નિયમ તેમને લાગુ પડશે નહીં.   


ઉદ્યોગકારોને અપીલ અને સહકાર

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી. વૈષ્ણવે તમામ એસોસિએશનો અને તેમના સભ્યોને આ પરિપત્રની ગંભીર નોંધ લેવા અનુરોધ કર્યો છે. રાજકોટ શહેર તથા આસપાસના જિલ્લાઓના તમામ ઉદ્યોગકારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ નિર્ધારિત બુધવારના વીજ કાપના સમયને ધ્યાનમાં રાખીને પોતાના કારખાના અને ફેક્ટરીનું કામ-કાજનું આયોજન કરે, જેથી ઉત્પાદનને ઓછી અસર પડે અને પીજીવીસીએલને યોગ્ય સહકાર મળી રહે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application