BREAKING NEWS

ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના લીધે વીજ પુરવઠો અસરગ્રસ્ત

  • June 27, 2026 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ નાં ગુંદાળા, પાટીદડ, વેકરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગત મંગળવારે વરસાદ અને વાવાઝોડાને કારણે વિજ પુરવઠો અસરગ્રસ્ત થતા અંધારપટ જેવી હાલત સર્જાઇ હતી. જેને પગલે હરકતમાં આવેલી પીજીવીસીએલની ચાર ટીમો કામે લાગી વિજ પુરવઠો પુર્વવત કર્યેા હતો.
વરસાદ અને વાવાઝોડાને કારણે યોતિ ગ્રામ અને અર્બન ફીડરોમાં આશરે ૧૫થી વધુ પોલ પડી ગયા હતા. તેમજ વૃક્ષો વીજ લાઇન ઉપર ધરાશાયી થવાના કારણે વીજ લાઇનના તાર ૧૫ થી વધુ જગ્યાએ તુટા હતા. ઉપરાંત પોલના લોખંડના ફેબ્રીકેશન વ્યાપક નુકસાન થયુ હતું.
ગુંદાળા,પાટીદડ, વેકરી તથા યુએલડી કન્યા છાત્રાલય પાછળ આવેલા જીવરાજપાર્ક મા વિજ પુરવઠો ખોરવાયો હતો.
પીજીવીસીએલ નાં ડેપ્યુટી એન્જીનીયર પી.કે.શ્યારા તથા જુનિયર એન્જીનીયર જી.પી.ધડુકે તુરતં એકશન મોડ પર આવી રાત્રીનાં ડિપાર્ટમેન્ટ ની ચાર જેટલી ટીમો તેમજ કોન્ટ્રાકટર ની બે ટીમો દ્રારા આખી રાત વીજ પુરવઠો  પૂર્વવત કરવા જહેમત ઉઠાવી હતી.જેને કારણે મોડી રાતે વિજ પુરવઠો પુર્વવત બન્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News