BREAKING NEWS

દક્ષિણ ચીનમાં 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: બે લોકોના મોત અને અનેક ઈજાગ્રસ્ત; 13 ઇમારતો ધરાશાયી થતા 7,000થી વધુ લોકોનું સ્થળાંતર

  • May 18, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે સવારે આવેલા ભૂકંપના તીવ્ર આંચકાના કારણે દક્ષિણ ચીનના અનેક વિસ્તારો ધ્રૂજી ઉઠ્યા હતા. આ આંચકો એટલો પ્રબળ હતો કે લોકો ગભરાઈને પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.


લિયુઝોઉ શહેરમાં સૌથી વધુ તબાહી

આ ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ અને સૌથી વધુ માઠી અસર લિયુઝોઉ (Liuzhou) શહેરમાં જોવા મળી છે. પ્રશાસન દ્વારા તકેદારીના પગલાં રૂપે પ્રભાવિત વિસ્તારોમાંથી 7,000 થી વધુ લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભૂકંપના જોરદાર આંચકા સહન ન કરી શકવાને કારણે ઓછામાં ઓછી 13 મોટી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે.


ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ

ધરતીકંપના કારણે પહાડી વિસ્તારોમાં અનેક જગ્યાએ મોટા પાયે ભૂસ્ખલન (Landslides) થવાની ઘટનાઓ પણ સામે આવી છે. ભારે ખડકો અને માટી રસ્તાઓ પર ધસી આવવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને કનેક્ટિવિટી તૂટી ગઈ છે.


યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી

ઘટનાની જાણ થતાં જ ચીનની આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને સ્થાનિક બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાટમાળ હટાવવા અને રસ્તાઓ સાફ કરવા માટે જેસીબી (JCB) અને અન્ય આધુનિક મશીનોની મદદ લેવામાં આવી રહી છે.



અધિકારીઓના જણાવ્યા મુજબ, કાટમાળ નીચે કોઈ ફસાયેલું ન હોય તે સુનિશ્ચિત કરવા માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રશાસન દ્વારા અસરગ્રસ્તો માટે રહેવા અને જમવાની વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application