પ્રભાસની 'સ્પિરિટ' સલમાનની ફિલ્મ સાથે ટકરાવાની શકયતાફિલ્મને ઈદ પર રિલીઝ કરવા માંગે છે, પરંતુ બધા આંતરિક રીતે જાણે છે કે જો ફિલ્મ સમયસર પૂર્ણ નહીં થાય, તો તેને ઈદ પર રિલીઝ કરવી મુશ્કેલ બનશે. જો સ્પિરિટની રિલીઝ જૂન સુધી મુલતવી રાખવામાં આવે છે, તો સલમાન ખાનની ફિલ્મને સોલો રિલીઝનો ફાયદો થશે. યારે નિર્માતાઓ આ વાતનો ઇનકાર કરશે, સ્પિરિટ સમયપત્રક કરતાં પાછળ ચાલી રહી છે. મુલતવી રાખવાની જાહેરાત હમણાં અથવા એક મહિના પછી આવી શકે છે. પરંતુ ચર્ચાઓ શ થઈ ગઈ છે.
આ દરમિયાન, ટી–સિરીઝના પ્રવકતાએ કહ્યું, અમે 'સ્પિરિટ'ની રિલીઝ માટે સંપૂર્ણપણે ટ્રેક પર છીએ. આ ફિલ્મ ૫ માર્ચ, ૨૦૨૭ ના રોજ રિલીઝ થવાની છે. રિલીઝ તારીખમાં કોઈ ફેરફાર નથી. અમે નિર્ધારિત સમયપત્રક મુજબ કામ કરી રહ્યા છીએ. ફિલ્મ ૫ માર્ચ, ૨૦૨૭ ના રોજ રિલીઝ થશે. હવે આપણે જોવાનું છે કે ફિલ્મ કયારે રિલીઝ થશે. આ ફિલ્મને લઈને ભારે ચર્ચા છે. આ ફિલ્મ રેકોર્ડબ્રેક બોકસ ઓફિસ કલેકશન હાંસલ કરશે તેવી અપેક્ષા છે. પ્રભાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, યારે તૃિ ડિમરી મહિલા મુખ્ય ભૂમિકા ભજવશે. શઆતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં જોવા મળવાની હતી, પરંતુ પછી સમાચાર આવ્યા કે દીપિકા ફિલ્મ છોડી દીધી છે. એવા અહેવાલો આવ્યા હતા કે દીપિકાએ ઘણી માંગણીઓ કરી હતી, જેના કારણે તેણીને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મ માટે તૃિ ડિમરીને સાઇન કરી હતી. કામના મોરચે, પ્રભાસ છેલ્લે ધ રાજા સાબ માં જોવા મળ્યો હતો. હવે, તેની પાસે ત્રણ ફિલ્મો છે: સ્પિરિટ, ફૌજી, અને કલ્કી ૨૮૯૮ એડી: પાર્ટ ૨. ત્રણેય ફિલ્મો ખૂબ જ ચર્ચામાં છે. દીપિકા પાદુકોણ શઆતમાં કલ્કી ૨૮૯૮ એડી: પાર્ટ ૨ માં પણ દેખાવાની હતી, પરંતુ તે હવે તે પ્રોજેકટનો ભાગ નથી.