ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને તેના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અજિત અગરકરનું સ્થાન લેશે. ઓઝાને તેમની કારકિર્દીમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમ્યા બાદ તેમની વરિષ્ઠતાના આધારે આ મહત્વપૂર્ણ ભૂમિકા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) ના સભ્યો અશોક મલ્હોત્રા અને જતીન પરાંજપેએ પસંદગી સમિતિના સભ્યની નિમણૂક માટેની પ્રક્રિયા પૂર્ણ કરી. બીસીસીઆઈ મુખ્યાલયમાં અરજદારોની તપાસ અને ઇન્ટરવ્યુ લીધા પછી, તેમણે સર્વાનુમતે રમેશ પોવારની ભલામણ કરી.
આ ઉપરાંત, ભૂતપૂર્વ ક્રિકેટર રમેશ પોવારનો પણ પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડે ભૂતપૂર્વ પ્રમુખ અજિત અગરકરના કાર્યકાળની ખૂબ પ્રશંસા કરી, જેમના નેતૃત્વમાં ભારતીય ટીમે ત્રણ આઈસીસી ટ્રોફી, બે એશિયા કપ ટાઇટલ અને એક એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રજ્ઞાન ઓઝા હવે નવી સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપશે.
રમેશ પોવારે તેમના આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ભારત માટે બે ટેસ્ટ અને 31 વનડે રમ્યા હતા. રમતમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમણે કોચિંગની દુનિયામાં પોતાનું નામ કમાવ્યું છે.
તેમણે ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી છે અને મુંબઈ અને ગુજરાત ટીમોને પણ કોચિંગ આપ્યું છે. તેમણે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં બોલિંગ કોચ તરીકે પણ સેવા આપી હતી. મહિલા ટીમના કોચ તરીકે, તેમણે ભારતને એશિયા કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો.
BCCI અજિત અગરકરની પ્રશંસા કરી
BCCI એ અજીત અગરકરના યોગદાનને સત્તાવાર રીતે માન્યતા આપી હતી અને તેમના કાર્યકાળ દરમિયાન તેમની સિદ્ધિઓને પ્રકાશિત કરી હતી. જુલાઈ 2023 માં પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનારા અગરકરના કાર્યકાળ દરમિયાન, ટીમ ઈન્ડિયાએ ત્રણ ICC ટ્રોફી જીતી, બે વાર એશિયા કપ જીત્યો અને એશિયન ગેમ્સમાં સતત બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પ્રજ્ઞાન ઓઝાની પ્રમુખ તરીકે નિમણૂક અને રમેશ પોવારના સમાવેશ સાથે, ભારતીય પુરુષોની પસંદગી સમિતિનું પુનર્ગઠન પૂર્ણ થયું છે.
પુરુષોની પસંદગી સમિતિ
પ્રજ્ઞાન ઓઝા (અધ્યક્ષ)
શિવ સુંદર દાસ
આરપી સિંહ
અજય રાત્રા
રમેશ પોવાર