ખંભાળિયામાં પ્રાંત અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંગે બેઠક યોજી
ખંભાળિયામાં પ્રાંત અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંગે બેઠક યોજી
November 03, 2025 05:47 PM
ચૂંટણી પંચ દ્વારા તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરાયો છે, જે તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલનાર છે. આ સુધારણા કાર્યક્રમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે પ્રાંત અધિકારી તેમજ ૮૧ ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી કે.કે. કરમટાએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને તેમને મતદારયાદી સઘન સુધારણા અંગે માહિતી આપી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ તા.૦૪-૧૧-૨૦૨૫ થી બુથ લેવલ ઓફિસર દ્વાર શરૂ થનાર છે. સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો https://voters.eci.gov.in પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે.