ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખપદે પ્રવિણાબેન, ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન

  • September 16, 2023 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકા પંચાયતની ગઈકાલે નવા હોદેદારોની વરણી થતાં ભાજપના બન્ને હોદેદારો ૬ વિ‚ધ્ધ નવ મતે ચૂંટાઈ આવ્યા હતા.ગઈકાલે તાલુકા પંચાયતના સભા ખેચમાં ચૂંટણી અધિકારી ડેપ્યુટી કલેકટર અવનીબેનની હાજરીમાં યોજાયેલી મિટીંગમાં કુલ ૧૮ સભ્યોમાંથી ૧૫ સભ્યો સભા ખંડમાં હાજર રહ્યા હતા જેમાં પ્રમુખપદ માટે મતદાન હાથ ધરાતા ભાજપના પ્રવિણાબેન પિયુષભાઈ હુંબલને નવ મત અને કોંગ્રેસના ચેતનાબા જયદેવસિંહ વાળાને ૬ મત મળતા ભાજપનાં પ્રવિણાબેનનો વિજય થયો હતો જયારે ઉપપ્રમુખ તરીકે મતદાન થતાં ભાજપના જયશ્રીબેન ભાલોડિયાને પણ નવ મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ભરતભાઈ સુવાને ૬ મત મળતા પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે બન્ને ભાજપના ઉમેદવારો ચૂંટાયેલા ચૂંટણી અધિકારીએ જાહેર કરેલા હતા જયારે જિલ્લા ભાજપ દ્વારા કારોબારી સમિતિમાં વનરાજભાઈ સાવલિયા અને શાસક પક્ષના નેતા તરીકે ગીતાબેન મહિડાને વ્હીપ આપી જાહેર કરાયા છે. નવા ચૂંટાયેલા હોદેદારોને ભાજપના આગેવાનો દ્વારા ફુલહાર કરી ફટાકડા ફોડી વધાઈ આપી હતી. પંચાયતમાં ભાજપનનું શાસન જળવાઈ રહે તે માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ કિરીટભાઈ માવિયા, પંચાયતના પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયાના પ્રયાસોને સફળતા મળી હતી.
​​​​​​​
જયારે શહેર ભાજપના પ્રમુખ કિરીટભાઈ પાદરિયા, પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, મયુરભાઈ સુવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, મહામંત્રી જીજ્ઞેશભાઈ ડેર, મિલનભાઈ, નાથાભાઈ સુવા, પીઠળ કૃપા ગ્રુપના દિપકભાઈ સુવા, કિશોરભાઈ સુવા, ભરતભાઈ સુવા, પૃથ્વીસિંહ ચુડાસમા, અશાકેભાઈ સિંધવ, વિક્રમસિંહ સોલંકી સહિત વિશાળ સંખ્યામાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application