રાજકોટમાં પ્રિપેઇડ વીજમીટર શરૂ થયા

  • April 20, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં પીજીવીસીએલ દ્રારા ઓફિસમાંથી જ મીટર રીડિંગ થઈ શકે તેવા સ્માર્ટ પ્રિપેઇડ વીજમીટર લગાવવાનો પ્રથમ તબક્કો સૌથી પહેલા મહિલા કોલેજ સબ ડિવિઝન હેઠળના પારસ સોસાયટી, આફ્રિકા કોલોની સહિતના વિસ્તારોમાં ગઈકાલથી શ કરવામાં આવ્યો છે.
પીજીવીસીએલ દ્રારા સરકારની આર.ડી.એસ.એસ. (રિવેમ્પડ ડિસ્ટિ્રબ્યુશન સેકટર સ્કીમ) યોજના હેઠળ ખેતીવાડી અને હાઈ ટેન્શન વીજમાગ સિવાયના વીજગ્રાહકોમાં ઓફિસમાંથી જ મીટર રીડિંગ થઈ શકે તેવા સ્માર્ટ પ્રિપેઇડ વીજમીટર લગાવવાની લાંબા સમયથી વિચારણા હેઠળ હતી. તેમાં પીજીવીસીએલના ૫૫.૮૩ લાખ વીજગ્રાહકોને ત્યાં કુલ પિયા ૩૬૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ પ્રિ–પેઇડ વીજમીટર બે તબક્કામાં લગાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

તે પૈકી આખા પીજીવીસીએલમાં સૌપ્રથમ જામનગર સર્કલ અને રાજકોટ સિટી સર્કલના મહિલા કોલેજ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં સ્માર્ટ પ્રીપેઇડ વીજમીટર લગાવવાનું ગઈકાલથી શ કરવામાં આવ્યું છે. જેમાં પારસ ફીડર હેઠળના આફ્રિકા કોલોની, સૌરાષ્ટ્ર્ર કલા કેન્દ્ર, પારસ, પ્રકાશ, દર્શન સહિતની દોઢસો ફટ રિંગ રોડથી શહેર તરફની સોસાયટીઓમાં સ્માર્ટ પ્રીપેડ વીજમીટર લગાવવાની કામગીરી ગતિમાન છે. આ કામગીરી પૂર્ણ થયેલ અન્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવનાર છે. જામનગર નજીક સિક્કા થર્મલ પાવર સ્ટેશન હેઠળ પણ ૪૦૦ જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આ પહેલા રાજકોટમાં કેટલાક ઉચ્ચ સરકારી અધિકારીઓના આવાસો અને સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ પ્રીપેઇડ વીજ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યા મુજબ, સ્માર્ટ પ્રિ–પેઇડ મીટર લગાવવાથી વીજગ્રાહકો મોબાઈલ ફોનની માફક પોતાની જરીયાત મુજબ રિચાર્જ કરી શકશે. પીજીવીસીએલનાં કર્મચારીઓને મીટર રીડિંગ માટે વખતો વખત બ જવાની જરીયાત રહેશે નહિ જેથી સમયનો પણ બચાવ થશે, જો કોઈ વીજ ગ્રાહકનું રિચાર્જ રાત્રીના પૂં થઇ જાય તો આવા ગ્રાહકોને રાત્રીના વીજળી વગર રહેવું નહી પડે, તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે,તેમ જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application