રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરરણને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તૈયારીઓની સમીક્ષા કરવા મહાત્મા મંદિર પહોંચ્યા હતા. તેઓએ તૈયારી કરનારાઓ સાથે વાતચીત કરી હતી અને તૈયારીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
વિજય મુહૂર્તમાં શપથવિધિ થશે
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલે વિજય મુહૂર્ત 12.39 વાગ્યે મહાત્મા મંદિરમાં નવા મંત્રીમંડળની શપથવિધિ થવાની છે. જ્યારે આ શપથવિધિમાં કોણ કોણ આવશે તે અંગે જણાવ્યું હતું કે, એનું કન્ફર્મેશન મળ્યા પછી જ જાણ થશે.
આજે સાંજે વિધાનસભાના ભાજપ પક્ષના ધારાસભ્યોની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે મળશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેપી નડ્ડા સહિતના આગેવાનો આજે સાંજ સુધીમાં કાલે ગુજરાત પહોંચી રહ્યા છે. મંત્રીમંડળના સંભવિત વિસ્તરણની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ભાજપના રાષ્ટ્ર્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખશે. આ વિસ્તરણની પ્રક્રિયાને અંતિમ ઓપ આપવા અને નવા મંત્રીઓને શપથ લેવડાવવા માટે કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત આવી રહ્યું છે.

અમિત શાહ જે. પી. નડ્ડા પણ હાજર રહેશે
આજે ભાજપના રાષ્ટ્ર્રીય મહામંત્રી સુનિલ બંસલ ગાંધીનગર આવશે અને ગાંધીનગર વિધાનસભા ખાતે ભાજપના ધારાસભ્યો સાથે મહત્ત્વની બેઠક યોજશે, જે વિસ્તરણ પહેલાનું અંતિમ માર્ગદર્શન સત્ર બની રહેશે. મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને દિગ્ગજ નેતાઓ શપથવિધિ માટે આજે મોડી રાત્રે અથવા શુક્રવારે સવારે ગાંધીનગર આવશે. રાષ્ટ્ર્રીય નેતાઓની ઉપસ્થિતિ અને ધારાસભ્યોની બેઠકોનો ધમધમાટ સ્પષ્ટ્ર સંકેત આપે છે કે ગુજરાતમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

મુખ્યમંત્રી આજે મુંબઈથી આવીને રાજ્યપાલને મળશે
દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે, અને રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે, આકટોબર ૧૭, ૨૦૨૫ મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાશે. નવા મંત્રીઓ શુક્રવારે બપોરે ૧૨.૩૯ વાગ્યે વિજય મુહર્તમાં શપથ લેશે. જેનો મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી આજે મુંબઈથી આવીને રાજ્યપાલને મળીને શપથવિધિ માટેનો સમય માંગશે, જેના પગલે રાજ્યપાલનો શુક્રવારનો મુંબઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મંત્રીપદ માટે લેઉવા પાટીદાર, કડવા પાટીદાર અને આહીર સમાજમાંથી નામો ચર્ચામાં છે, જેમાં અમરેલીથી મહેશ કસવાલાકૌશિક વેકરિયા, ભાવનગરથી જીતુ વાઘાણી અને આહીર સમાજમાંથી ઉદય કાનગડ, ત્રિકમ છાંગા જેવા નામો પર અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રી મંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ્ર થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવડાવાશે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓનો અતં આવી ગયો છે છે. આવતીકાલે બપોરે ૧૨.૩૯ કલાકે નવા મંત્રીઓ મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ કરશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવી રહ્યાં છે. નવા મંત્રીઓના નામો નક્કી જેવા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પડતા મૂકાનારા અને મંત્રી પદના નવા સાથી સાથે મુલાકાત કરી શકે છે. હાલ ગુજરાત સરકારની કેબિનેટમાં ૧૬ મંત્રીઓ છે, હવે નવા વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે મુંબઈથી પરત આવ્યા પછી તેઓ આ રાયપાલ આચાર્ય દેવવ્રતને મળીને શપથવિધિ માટેનું આમંત્રણ પાઠવશે. આ ઉપરાંત તેઓ મંત્રીઓનાં રાજીનામાના પત્ર અને શપથવિધિનો રાયપાલ આચાર્ય દેવવ્રત પોતાના વતન હરિયાણાના પ્રવાસે છે એમને પોતાનો કાર્યક્રમ ટૂંકાવીને આજે બપોર પહેલાં ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે. મૂળ કાર્યક્રમ પ્રમાણે રાયપાલ હરિયાણાથી મહારાષ્ટ્ર્રનો પદભાર હોવાથી મુંબઇ જવાના હતા અને ૧૮મીએ ગાંધીનગર આવવાના હતા. એટલે મુંબઇના કાર્યક્રમોને પણ રદ કરવામાં આવ્યા છે.આજે રાયપાલ રાજભવન પહોંચી જશે. સાંજે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક બાદ રાજીનામાના પત્રો અને નવા કેબિનેટની શપથવિધિ માટે સમય આપવાની કરતો પત્ર સુપરત રાયપાલ દ્રારા આવતીકાલે બપોરે ૧૧૩૦ વાગે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ માટેનો સમય નિશ્ચિત કરાશે.