BREAKING NEWS

ન્યુ રિંગ રોડ સહિતના પ્રાઇમ લોકેશનના પ્લોટ્સ વેંચવા મનપામાં ફરી તૈયારી શરૂ

  • December 09, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાએ ન્યૂ રિંગ રોડ સહિતના પોશ વિસ્તારોમાં આવેલા સાત પ્લોટની

અંદાજે ૪૦,૦૦૦ ચો.મી.નુ જાહેર હરાજીથી વેચાણ કરી રૂા.૩૫૦ કરોડની આવક ઉભી કરવા સતત ત્રીજા વર્ષે તૈયારી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે, અલબત આ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી અનિવાર્ય રહેશે.

મહાનગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ બાદ જમીન વેચાણ માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. રાજકોટ મહાપાલિકાની આર્થિક હાલત અગાઉ જેવી સક્ષમ રહી નથી. કરોડો રૂૂપિયાની ફિકસ ડિપોઝીટો હતી તે તોડી તોડીને વાપર્યા બાદ હવે જમીનોના પ્લોટ વેચવા પડે તેવી સ્થિતિ ઉભી થતા મનપા દ્વારા ટી.પી.ના સાત પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે અને તેની મંજૂરી મળતા હરાજી માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. સાડા ત્રણસો કરોડની આવક જમીન વેચીને ઉભી કરવાનો નિર્ધાર છે. અગાઉ સરકારે કડક વલણ રાખતા ગત ત્રણ વર્ષ સુધી જમીનના પ્લોટ વેચી શકાયા ન હતા અને હવે સરકારે મંજૂરી આપતા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

શાસકો દ્વારા ચૂંટણી વર્ષને ધ્યાને રાખીને વેરા વધારાની દરખાસ્ત માન્ય રાખવામાં આવી ન હતી અને તેના કારણે મનપાની મહેસુલી આવક ખર્ચ કરતા ૪૦ ટકા આસપાસ ઓછી થવાની ધારણા છે અને તેની સામે નવી ભરતીઓને કારણે મહેકમ ખર્ચ વધવાનો છે. સફાઈ કામદારોની ભરતી માટેની તૈયારીઓ થઈ ચુકી છે અને ત્યારબાદ પગારબિલ ૨૦ ટકા વધી જાય તેવી સંભાવના છે ત્યારે મહેસુલી ખર્ચ માટે રકમ વધે તેવી સ્થિતિ નથી. મોટા પ્રોજેકટ માટે કેપીટલ સરકાર જોઈએ તેટલી આપી દે છે પણ મહેસુલી ખર્ચ માટે મનપાએ પોતાની આવક ઉપર જ આધાર રાખવાનો રહે છે. જેના લીધે પ્લોટનુ વેચાણ કરવુ ફરજિયાત બન્યુ છે. આ વખતે પણ આવી સ્થિતિ જણાતા માર્ચ એન્ડ પહેલા સાડા ત્રણસો કરોડની આવક જમીન વેચાણથી કરવા માટે કાર્યવાહી શરૂ થઈ છે. રીંગ રોડ, રૈયા રોડ, મોરબી રોડ ઉપરના કિંમતી ટી.પી. પ્લોટના વેચાણ માટે પસંદ કરાયા છે. ૪૦ હજાર ચો.મી. જમીન વેચાણ માટે પસંદ કરવામા આવી હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application