BREAKING NEWS

જૂનાગઢ સોરઠિયા શ્રીગૌડ નવરાત્રી મહોત્સવમાં રેન્જ આઈજીની ઉપસ્થિતિ

  • October 17, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રહ્મ સેવા સમિતિ દ્રારા સતત ૧૧ મા વર્ષે ભુતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રેન્જ આઈ.જી અને તેના પત્ની ઉપસ્થિત રહ્યા હતા અને આરતી ઉતારી રાસ ગરબા રમ્યા હતા.
સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રહ્મ સેવા સમિતિના શૈલેષભાઈ દવેના માર્ગદર્શક મહેન્દ્રભાઈ ભટ્ટ, સનાતભાઈ પંડા, આકાશભાઈ દવે, સીતાબેન દવે જાગૃતીબેન પુરોહિત સમગ્ર ટીમ દ્રારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રેન્જ આઈ.જી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને તેના પત્ની વંદનાબા ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. બંનેએ માતાજીની આરતી ઉતારી હતી અને રાસ ગરબા રમ્યા હતા, ભુવા રાસ પણ યોજાયા હતાં.
આ કાર્યક્રમમાં ડીવાયએસપી રવિન્દ્રસિંહ પરમાર, આલ્ફા સ્કૂલના સંચાલક જીપી કાઠી, નોબલ હાઈસ્કૂલના સંચાલક કે ડી પંડા, પત્રકાર વિનુભાઈ જોશી સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application