BREAKING NEWS

દબાણ હટાવ ટીમ ત્રાટકી: ૯૦ રેંકડી, ૨૧૯૯ બોર્ડ-બેનર જપ્ત,રૂ.૮.૨૪ લાખનો દંડ વસુલ

  • September 08, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા રસ્તા ઉપરથી નડતર રૂપ દબાણો હટાવવા માટે હાથ ધરાયેલી ડ્રાઇવ અંતર્ગત કુલ ૯૦ રેકડીઓ તથા કેબીન તેમજ ૨૧૯૯ જેટલા બોર્ડ બેનર જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ રૂ.૮.૨૪ લાખના દંડની વસૂલાત કરાઇ હતી. વિશેષમાં મ્યુનિ.દબાણ હટાવ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડ્રાઇવ અંતર્ગત ચાના થડા અને ટેબલ ખુરશીઓ સહિત કુલ ૬૩૫ પરચુરણ ચીજ વસ્તુઓ, ૯૦ રેંકડી-કેબિનો, ૩૩૩૧ કિલો જેટલો શાકભાજી, ફળ અને ફુલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમીના તહેવારો પૂર્વે મંજૂરી મેળવ્યા વિના દુકાનો બહાર મંડપ-કમાન, છાજલી વિગેરે નાખવા બદલ રૂ.૧, ૨૭, ૨૦૦ના ભાડાની વસૂલાત તેમજ વિવિધ દબાણકર્તા પાસેથી કુલ રૂ.૬, ૯૭, ૩૩૫ના દંડની વસૂલાત કરાઇ હતી. આ ઉપરાંત શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર મંજૂરી વિના મૂકેલા, મંજૂરી લીધી હોય પરંતુ મુદ્દત પૂર્ણ થયા બાદ પણ લટકતા હોય તેવા તેમજ મંજૂરી મેળવ્યા બાદ નિયમ વિરૂધ્ધ રીતે મુક્યા હોય તેવા મળીને કુલ ૨૧૯૯ બોર્ડ, બેનર, ઝંડી અને પતાકા જપ્ત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application