BREAKING NEWS

સોનું સવા લાખનું: રાજકોટમાં ભાવ ૧,૨૬,૦૦૪

  • October 08, 2025 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશ્ર્વિક પરિવર્તનની અસરથી આજે દેશમાં વાયદા બજારમાં સોનાની કિંમત ઉછળીનેે ૧,૨૪,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સર્વેાચ્ચ સપાટી પાર કરી હતી. જયારે ચાંદીએ પણ પોતાની સર્વેાચ્ચ સપાટી ૧,૫૪,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ હતી. જયારે રાજકોટની સ્થાનિક બજારમાં ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાની કિંમત ૧,૨૫,૯૫૪ એટલે કે, ૧,૨૬,૦૦૦ની સપાટી પર ટ્રેન્ડ કરતી જોવા મળી હતી.
આ સાથે સ્થાનિક બજારમાં માત્ર બે દિવસમાં ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૨,૦૦૦ કરતા વધુનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. સોની બજારના સુત્રોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષમાં સોનામાં ૬૦ ટકાથી વધુ ભાવ વધારો નોંધવામાં આવ્યો છે. ભાવ વધારા માટે જિયો પોલીટીકલ ટેન્શન, કેન્દ્રીય બેંકોની ખરીદી, વ્યાજ દરમાં ફેરફાર, ચીન અને ભારતની મજબૂત માંગ જવાબદાર છે.
આજે ૮ ઓકટોબરના દિવસે પણ સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી યથાવત જોવા મળી છે. રોજ–રોજ સોના–ચાંદીના ભાવ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. ભારતીય ગોલ્ડ જવેલરી એસોસિએશનના જણાવ્યા પ્રમાણે બપોર સુધી ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના ૧,૨૨,૦૦૦ની સપાટી કરતા ૧,૧૦૦ વધીને ૧,૨૩,૦૦૦ને પાર પહોંચી ગયા હતા.  એમસીએકસ પર ચાંદીના વાયદામાં પણ બહોળા પ્રમાણમાં ખરીદી જોવા મળી હતી. ચાંદીના ભાવ વધુ ૨,૩૮૭ રૂપિયા કે ૧.૮૭ ટકા ઉછળીને ૧,૪૮,૧૭૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News