રાજકોટ યાર્ડમાં શાકભાજીની સ્થાનિક આવકો અડધી થઇ જતાં ભાવ બમણા
રાજકોટ યાર્ડમાં શાકભાજીની સ્થાનિક આવકો અડધી થઇ જતાં ભાવ બમણા
July 28, 2026 05:33 AM
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી મેઘસવારી વરસ્યા બાદ રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક અડધી અને ભાવ બમણાં થઇ ગયા છે. જ્યારે રિટેલ શક માર્કેટમાં તો યાર્ડ કરતા બમણાંથી ત્રણ ગણા ભાવે શાકભાજી વેંચાઈ રહ્યું છે. સામાન્ય દિવસોમાં યાર્ડમાં ૪૨ પ્રકારના શાકભાજીની આવક થતી હોય છે જે હાલ ઘટીને ૨૯ થઇ ગઇ છે.યાર્ડના ઇન્સ્પેક્ટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટ યાર્ડ હેઠળના રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોમાંથી થતી શાકભાજીની કાયમી આવક હાલ વરસાદ બાદ ઘટીને અડધી થઇ ગઇ છે. આવક ઘટતા ભાવમાં વધારો નોંધાયો છે. સ્થાનિક શાકભાજીની અવેજીમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાંથી આવકો થતી હતી પરંતુ હાલ વરસાદને કારણે ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલી તેમજ શાકભાજીમાં બગાડનું પ્રમાણ વધ્યું હોય તેવા કારણે પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.