BREAKING NEWS

જામનગર : મેરેથોન અને સાઇકલોથોન સ્પર્ધામાં ખાનગી બેંકોએ આપ્યું અનુદાન

  • December 20, 2025 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર મહાપાલિકા દ્વારા થોડા દિવસો પહેલા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન અને ફીટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત તા.૧૩ અને તા. ૧૪ના રોજ મેરેથોન અને સાઇકલોથોન સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં આ ઇવેન્ટ માટે જુદી જુદી ચાર બેંકોએ અનુદાન આપ્યું હતું.


એચડીએફસી બેંક દ્વારા ૧૦૦૦ ટી શર્ટ અને ૧૦ સાઇકલ, ઇન્ડીયન બેંક દ્વારા ૧૦૦૦ ટી શર્ટ, યુનિયન બેંક અને એક્સીસ બેંક દ્વારા ૧૦-૧૦ સાઇકલની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં એચડીએફસી બેંકના સીનીયર વાઇસ પ્રેસીડેન્ટ નિરજભાઇ દત્તાણી, યુનિયન બેંક ઓફ ઇન્ડીયાના બ્રાન્ચ મેનેજર વીપીન દાઉરા, એક્સીસ બેંકના મેનેજર જયદીપ ભટ્ટ, ઇન્ડીયન બેંકના ઝોનલ મેનેજર ઘનશ્યામકુમાર, મેનેજર વરૂણભાઇ ગર્ગ હાજર રહ્યા હતાં. સમગ્ર ઇવેન્ટમાં સ્પોન્સરશીપ મેળવવા માટે ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મણ અને તેની ટીમે સહકાર આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application