BREAKING NEWS

છત્તીસગઢમાં ખાનગી વિમાન ક્રેશ, પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ, બચાવ કામગીરી શરૂ

  • April 20, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છત્તીસગઢના જશપુર જિલ્લામાં આજે એક વિમાન દુર્ઘટના ઘટી હતી. આરા હિલ્સમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જશપુરના નારાયણપુર વિસ્તારમાં રતનપહલી જંગલમાં ચાર્ટર્ડ વિમાન ઝાડ સાથે અથડાયું હતું. અકસ્માત બાદ, પહાડી વિસ્તારમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. ઘટનાની માહિતી મળતાં, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલમાં તે જાણી શકાયું નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application