રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદેસર લાયસન્સ ધરાવતી ખાનગી સિક્યોરિટી એજન્સીઓ કરતા લાયસન્સ વગર ગેરકાયદેસર ચાલતી ખાનગી સિક્યુરિટીઓ રાફડો ફાટ્યો છે ત્યારે અટલ સરોવરમાં સિક્યુરિટી લાઇસન્સ વગર ચાલતી સિક્યુરિટી એજન્સી સામે એસઓજીએ થોડા દિવસ પૂર્વે ગુનો નોંધ્યા બાદ શહેર લાયસન્સ શાખા દ્વારા ૧૯ જેટલી ખાનગી સિક્યોરિટી એજન્સીઓના લાયસન્સ રદ કરવામાં આવતા બોગસ સિક્યુરિટી એજન્સી ધારકોમાં રીતસરનો ફફડાટ ફેલાઇ ગયો છે
પોલીસ સુત્રો માંથી મળતી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદેસર ની ખાનગી સિક્યુરિટી એજન્સીઓ કરતા લેટરપેડ બનાવી કોઈપણ પ્રકારના લાઇસન્સ મેળવ્યા વગર ચાલતી સિક્યુરિટી એજન્સીઓ 100 થી પણ વધુ રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં એપાર્ટમેન્ટ તેમજ જુદી જુદી વિવાદિત મિલકતોમાં એજન્સીના સંચાલકો ગાર્ડ ગોઠવી દેતા હોય છે.
તાજેતરમાં જ આવી સિક્યુરિટી એજન્સી ન્યુ રેસકોર્સ અટલ સરોવર ખાતે એસ ઓ જી રેડ કરી ગાર્ડને ઝડપી એજન્સીના સંચાલક તેમજ માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર તેમજ જિલ્લા માં ઇન્ડસ્ટ્રીયલ ઝોન ગણાતા મેટોડા અને સાપર વેરાવળ ઝોનમાં આવી લાયસન્સ વગરની અનેક ખાનગી સિક્યુરિટી એજન્સીઓ ધમધમી રહી છે.
શહેર એસઓજી તેમજ ગ્રામ્ય એસઓજીએ આ અંગે ચકાસણી કરી કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર ગેરકાયદેસર રીતે ચલાવવાથી સિક્યુરિટી એજન્સીઓ સામે ગુના દાખલ કરવા જોઈએ કારણકે તેના કારણે કાયદેસર લાયસન્સ તેમજ ડોક્યુમેન્ટો ધરાવતી એજન્સીઓ ને આર્થિક મુશ્કેલીઓ વેચવી પડતી હોય છે.
કોઈપણ આધાર પુરાવા વગર ચલાવવાથી ખાનગી સિક્યુરિટી ગમે તે ભાવે નીતિ નિયમ વગર પોતાના ગાર્ડ ગોઠવી દેતા હોય છે ત્યારે કાયદેસર લાયસન્સ ધરાવતી એજન્સીઓ ને નીતિ નિયમ મુજબ જ ચાલવાનું હોય છે અને તેની અમલવારી પણ કરાવતી હોય છે સમયાંતરે કાયદેસરની એજન્સી ધરાવતી સિક્યુરિટીને એસ.ઓજી દ્વારા તેના ગાર્ડ તેમજ ડોક્યુમેન્ટ અંગેની ચકાસણી કરવામાં આવે છે પરંતુ ગેરકાયદેસર ચાલતી એજન્સી ને આવા કોઈ નીતિ નિયમ લાગુ પડતા ન હોય મન ફાવે ત્યાં ગાર્ડ ગોઠવી દેતા હોય છે આ અંગે એસઓજીએ ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે.
લાયસન્સ રદ કરાયેલ ખાનગી સિક્યુરિટી એજન્સીઓ
ઇન્ડીયન ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીસ,કાના સિકયુરીટી સર્વિસીસ,પેન્થર સર્વેલિયન્સ & એલાઇડ સર્વિસીસ પ્રા.લી,
એલમેક સર્વિસીસ, મિશાલ સિકયુરીટી એજન્સી,ક્રિષ્ના ઇન્ટેલીજન્સ સીકયુરીટી, ઇન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સ
આર.કે. સિકયુરીટિ સર્વિસ,
વિક્રાંતા સિકયુરીટી સર્વિસ,
વી.આર. મેનેજમેન્ટ,રોનક સીકયુરીટી સર્વિસ,શિવ સિકયુરીટી એજન્સી,એ.કે. સિકયુરીટી એજન્સી, ડી.પી. સીકયુરીટી સર્વિસીસ,દીલીપકુમાર સલુજા સિકયુરીટી એજન્સી,પટવાલ સિકયુરીટી ફોર્સ,એલ.આર. સિકયુરીટી સર્વિસ,પલવિન્દરસિંગ રાઠોડ સિકયુરીટી એજન્સી,રિલાયબલ સિકયુરીટી સર્વિસનો સમાવેશ થાય છે.