BREAKING NEWS

માળીયાહાટીના નજીક ખાનગી ટેમ્પો આગમાં બળીને ખાક: મુસાફરો સમયસર ઉતરી ગયા

  • October 05, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માળીયાહાટીનાના પાણીધ્રા ગામે કેશોદની ખાનગી ટેમ્પો ટ્રાવેલ બસમાં આગ લાગતા બસમા બેઠેલા એક ડઝન મુસાફરો સમયસર નીચે ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી.ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. માળીયાહાટીના પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. માળીયાહાટીના તાલુકાના  પાણીધ્રા ગામે  પેટ્રોલ પપં નજીક ગઈકાલે સમી સાંજે પ્રાચી તીર્થથી કેશોદ તરફ જતી ખાનગી ટેમ્પો ટ્રાવેલ્સ બસમાં એકાએક આગ લાગી હતી. ગણતરીની સેકન્ડમાં જ આગ વકરી હતી. બસમાં ૧૨ મુસાફરો બેઠા હતા. ચાલુ બસમાં જ એકાએક ધુમાડો નીકળતા ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસ ઉભી રાખી દીધી હતી અને મુસાફરોને નીચે ઉતર્યા હતા. ગણતરીની મિનિટોમાં જ બસમાં આગ ભભૂકી ઊઠી હતી.અને આખી બસ સળગીને ખાખ થઈ હતી. બસમાં રહેલ મુસાફરનો તમામ સમાન પણ બળી ગયો હતો. જાનહાની ટળી હતી. આગ નિહાળવા રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને ટ્રાફિક જામ સર્જાયો હતો.ફાયર વિભાગે સ્થળ પર પહોંચી પાણીનો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી. કેશોદ પોલીસમાં ટેમ્પો ટ્રાવેલ્સ બસના ડ્રાઈવ જયદીપ જોશીએ બસમાં બેટરીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જણાવ્યું હતું. પોલીસે  વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application