નવી દિલ્હી ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં દેશના પ્રખર ધારાશાસ્ત્રી હરિનભાઈ રાવલને કેપિટલ ફાઉન્ડેશન સોસાયટી દ્વારા પ્રતિષ્ઠિત "સોલિસીટર જનરલ દીપાંકર ગુપ્તા નેશનલ એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો છે.

આ ગૌરવવંતા સમારોહમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાના વરદ્ હસ્તે હરિનભાઈ રાવલને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેપિટલ ફાઉન્ડેશન સોસાયટીના ચેરમેન જસ્ટિસ એ.કે. પટનાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, દેશભરમાંથી આવેલા અનેક વર્તમાન અને પૂર્વ જસ્ટીસશ્રીઓ, નામાંકિત ધારાશાસ્ત્રીઓ અને ગણમાન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ સન્માન પ્રાપ્ત થવા પર હરિનભાઈ રાવલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "દિલ્હીમાં યોજાયેલા આ વિશેષ સમારોહમાં કેપિટલ ફાઉન્ડેશન સોસાયટી દ્વારા મને 'સોલિસીટર જનરલ દીપાંકર ગુપ્તા નેશનલ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યો છે તેનો મને અતિશય આનંદ અને ગર્વ છે." કાયદાકીય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર હરિનભાઈ રાવલને આ રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મળતા ગુજરાત અને કાયદા જગતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application