BREAKING NEWS

સુરક્ષા ખર્ચ ૪૦ કરોડ...! મહાપાલિકાના સિક્યુરિટી કોન્ટ્રાકટની દરખાસ્ત પેન્ડિંગ

  • December 11, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાનો સુરક્ષા ખર્ચ રૂ.૪૦ કરોડે પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. દરમિયાન આજ રોજ ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મહાપાલિકાની મિલકતોની સુરક્ષા માટે ખાનગી સિક્યુરિટી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા રજૂ થયેલી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે વિશેષ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવા નિર્ણય કર્યાનું જાણવા મળે છે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટીને મોકલેલી દરખાસ્તમાં જણાવ્યા મુજબ કુલ ૨૫ એજન્સીના ટેન્ડર આવ્યા હતા જેમાં પાંચ એજન્સીના ટેન્ડર ડિસ્કવોલિફાઇ થયા હતા અને બાકી રહેતી ૨૦ એજન્સીમાંથી ૧૭ એજન્સીઓની ઓફર ૦.૦૧ ટકા વધુ સર્વિસ ચાર્જ સાથેની લોએસ્ટ વન હોય તેમને કામ આપવા સૂચવવામાં આવ્યું હતું.

કમિશનરે દરખાસ્તમાં જે ૧૭ એજન્સીઓને કામ આપવા સૂચવ્યું છે તેમાં અમરદીપ સિક્યુરિટી સર્વિસ, ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ, એમકે સિક્યુરિટીઝ, એસ્કોર્ટ સિક્યુરિટી સર્વિસ, જીએલએસ બિઝનેસ ઈન્ડિયા પ્રા.લિ., ગ્રોમોર સિક્યુરિટી સર્વિસ, પેન્થર સિક્યોર સોલ્યુશન્સ પ્રા.લિ.,આર.કે.સિક્યુરિટી સર્વિસ, રેઇનબો સિક્યુરિટી સર્વિસીઝ, રામદેવ સિક્યુરિટી સર્વિસ, રોયલ સિક્યુરિટી સર્વિસીઝ, શક્તિ પ્રોટેક્શન ફોર્સ પ્રા.લિ., શક્તિ સિક્યુરિટી, શંકર સિક્યુરિટી એન્ડ લેબર સર્વિસ, શિવ સિક્યુરિટી સર્વિસ, શ્રી આઇ સિક્યુરિટી, સન એન્ટ્રોપ્રાઈઝિસ સહિતનો સમાવેશ થાય છે.


૩૩૪ પોઇન્ટ્સ ઉપર ૭૨૪ ગાર્ડ

રાજકોટ મહાપાલિકાના વિવિધ સંકુલોમાં કુલ ૩૩૪ પોઈન્ટ્સ ઉપર ખાનગી સિક્યુરિટી એજન્સીના ૭૨૪ ગાર્ડ ફરજ બજાવે છે જેના દ્વિ વાર્ષિક કોન્ટ્રાક્ટનો કુલ ખર્ચ રૂ.૪૦ કરોડ જેવો થાય છે.

સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મંજૂર મુખ્ય દરખાસ્તો

(૧) કણકોટ રોડ પર ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ પાસે ન્યારી ડેમ-૧ આધારીત ૧૫૦ એમએલડી કેપેસીટીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું તથા પાઈપ લાઈન નાખવાનું મંજૂર

(૨) રાજકોટ મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાઓની જગ્યાઓના પગાર ધોરણમાં સુધારો કરવા (વધારો કરવાનું) મંજૂર


(૩) હોર્ડીંગ બોર્ડ/કિયોસ્ક બોર્ડ/ગેન્ટ્રી બોર્ડ પર જાહેરાત પ્રસિધ્ધ કરવાના હક્ક આપવાનો પંચવર્ષીય કોન્ટ્રાક્ટ મંજૂર


(૪) વોર્ડ નં.૪માં નાકરાવાડી લેન્ડફીલ સાઈટ ખાતે પાછળની સાઈડ કમ્પાઉન્ડ વોલ બનાવવા


(૫) વોર્ડ નં.૪માં નાકરાવાડી ખાતે ડમ્પીંગ સાઈટની પાછળના ભાગે રીટેઇનીંગ વોલ બનાવવા


(૬) વોર્ડ નં.૫માં આવેલ શાળા નં.૯૭ માં ચોકીદાર રૂમ, કેમ્પસમાં બ્લોક તથા કમ્પાઉન્ડ દીવાલ ઉંચી ઉપાડવા


(૭) વોર્ડ નં.૪માં ભગવતીપરા રોડ તથા નવા મોરબી રોડ પર વેલનાથપરા બ્રીજથી બેડી ચોક સુધી સેન્ટ્રલ ડીવાઈડર સ્ટોન ફીટ કરવા


(૮) વોર્ડ નં.૪માં શિવમ અર્જુન મેઈન રોડ પર પાઈપગટર નાખવા


(૯) વોર્ડ નં.૪માં આવેલ સ્કુલ નં.૪૬, ૭૭, ૧૦૦માં રૂફ શેડ તથા અન્ય રીપેરીંગ


(૧૦) વોર્ડ નં.૬માં સંતકબીર રોડ, ભાવનગર રોડ પર યુનારાવાડ ચોકથી પારેવડી ચોક સુધી, દૂધસાગર રોડ પર નેશનલ હાઇવેથી ચુનારાવાડ ચોક થઇ આજી નદી સુધી અને નેશનલ હાઇવેથી અમરનગર ઢાળીયા સુધી ૧૨ મી. ટીપી રોડ પર સાઈડના પડખામાં જુના પેવીંગ બ્લોક કાઢી રીફીટીંગ તથા નવા પેવિંગ બ્લોક નાખવા


(૧૧) વોર્ડ નં.૧૬માં ૮૦ ફૂટ રોડ પટેલનગરથી નદી સુધી ૪૫૦ મી.મી. ડાયા.ની સ્ટોર્મ વોટર લાઈન નાખવા



(૧૨) વોર્ડ નં.૬માં જુદી જુદી જગ્યાએ પેવિંગ બ્લોક નાખવા


(૧૩) ગાંધીનગર ખાતે યોજાયેલ ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ અન્વયે થયેલ ખર્ચ મંજુર કરવા


(૧૪) વિવિધ રસ્તા ઉપર આવેલ જુના હયાત સેન્ટર લાઇટીંગમાં પાંચ વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઇન્ટેનન્સ સાથે સિસ્ટમ સુધારણા તથા નવીનીકરણની કામગીરી કરવા


(૧૫) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો/પ્રસંગો સમયે લાઈટીંગ/જનરેટર સેટ અને સાઉન્ડ સિસ્ટમની હંગામી વ્યવસ્થા કરવા અંગે દ્વિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવા


(૧૬) રાજકોટ મહાનગરપાલિકાની કચેરીઓ માટે ત્રણ વર્ષ મેઇન્ટેનન્સ સાથે ફર્નિચર ખરીદી કરવાના કામે દ્વિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવા


(૧૭) વોર્ડ નં.૧૫માં ૮૦ ફૂટ રોડ, ભાવનગર રોડ, ગંજીવાડા મેઇન રોડ, ચુનારવાડ મેઇન રોડને લાગુ વિસ્તારમાં ડ્રેનેજ પાઇપલાઇન અપગ્રેડ કરવા


(૧૮) વોર્ડ નં.૧૬માં ૮૦ ફૂટ રોડથી નેશનલ હાઇવે થી નાડોદાનગર મેઇન રોડ, ખોખડદડ નદી સુધી સ્ટોર્મ વોટર લાઇન નાખવા


(૧૯) ગુજરાત સરકારના તથા રાજકોટ મહાપાલિકાના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે સરકારના ઇન્ડેક્સ્ટ-બીએ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નિયુક્ત કરેલ એજન્સીને રાજકોટ મહાપાલિકામાં એમ્પેનલ કરવા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application