રાજકોટ મહાપાલિકા તંત્રને મોંઘવારી નડી છે, હવે રાજકોટવાસીઓના માનીતા પ્રદ્યુમ્ન પાર્ક ઝૂના ટિકિટ દર વધારવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે, દરખાસ્તમાં સૂચવ્યા મુજબનો વધારો મંજૂર થશે તો લગભગ દરેક ટિકિટના દર બમણા થઇ જશે.
કમિશનરે દરખાસ્તમાં સૂચવ્યા મુજબ,પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં હાલ ત્રણ વર્ષ સુધીની વયના બાળકો માટે પ્રવેશ ફી નિઃશુલ્ક છે જે નિઃશુલ્ક જ રહેશે. જ્યારે ત્રણથી ૧૨ વર્ષના બાળકો માટે હાલ એન્ટ્રી ફી રૂ.૧૦ છે તેના ૨૦ કરવા, ૧૨ વર્ષથી વધુ વયની વ્યક્તિ માટે ફી ૨૦ છે તેના ૫૦ કરવા, સિનિયર સિટીઝન માટે ફી રૂ.૧૦ છે તેના ૨૦ કરવા, તેમજ વિદેશી વ્યક્તિ માટેની ફી રૂ.૧૦૦ છે તેના ૨૦૦ કરવા કમિશનરે સૂચવ્યું છે. હવે ચૂંટણી વર્ષમાં શાસકો આ વધારો ગ્રાહ્ય રાખશે કે નહીં તે જોવાનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application