BREAKING NEWS

ટીપી સ્કિમ નં.૯માં લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગતની જમીન કપાતનું વૈકલ્પિક વળતર આપવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર

  • November 20, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગના  એજન્ડામાં રાજકોટની આખરી નગર રચના યોજના નં.૯માં સમાવિષ્ટ આખરી ખંડ નં.૩૨/૯ તથા ૩૧/૫થી શરૂ કરી આખરી ખંડ નં.૩૨/૧/૧ તથા ૩૧/૧ સુધીના ૯ મીટરના ટી.પી. રસ્તાને લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત ૧૨ મીટર પહોળો કરવા માટે અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર આપવા દરખાસ્ત રજૂ કરાઇ હતી જે સર્વાનુમતે મંજૂર કરાઇ હતી.

ઉપરોક્ત જમીન કપાતના અસરગ્રસ્તોને નીચે મુજબનું વૈકલ્પિક વળતર આપવાનું મંજૂર કરાયું હતું જેમાં (૧) ભગવાનજીભાઇ શામજીભાઈ તળાવીયાની ૨૦૫.૮ ચોરસ મીટર જમીન કપાત પેટે જમીન માલિક વિવાન બિલ્ડકોન એલએલપીને મંજૂર થયેલ બિલ્ડિંગ પ્લાનમાં વૈકલ્પિક વળતર સ્વરૂપે માર્જીન, પાર્કિંગ તથા એફ એસઆઇ વળતરનો લાભ(૨) સ્થાપન રિયાલિટીઝ એલએલપીના ભાગીદાર પ્રફુલ્લભાઇ એન.ગંગદેવની ૧૧૦.૭૦ ચો.મી.જમીન કપાત પેટે મંજૂર થયેલ બિલ્ડિંગ પ્લાનમાં વૈકલ્પિક વળતર સ્વરૂપે માર્જીન, પાર્કિંગ તથા એફ એસઆઇ વળતરનો લાભ(૩) રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી વતી સુરેન્દ્રભાઇ મોતીલાલ પટેલની કપાતમાં ગયેલી ૪૪.૨૫ ચો.મી.જમીન પેટે મંજૂર થયેલ બિલ્ડિંગ પ્લાનમાં વૈકલ્પિક વળતર સ્વરૂપે માર્જીન, પાર્કિંગ તથા એફ એસઆઇ વળતરનો લાભ (૪) ભારતીબેન પ્રાણજીવનભાઇ હીરપરા વિગેરેની કપાતમાં ગયેલી ૮૫.૭૯ ચો.મી.જમીન સામે ભવિષ્યમાં બિલ્ડિંગ પ્લાન રજૂ કરે ત્યારે વૈકલ્પિક વળતર સ્વરૂપે માર્જીન, પાર્કિંગ તથા એફએસઆઇ વળતરનો લાભ (૫) નિર્મળાબેન ભરતભાઇ પીપળીયા વિગેરેની કપાતમાં ગયેલી ૯૧.૮૭ ચો.મી. જમીનના વૈકલ્પિક વળતર સ્વરૂપે માર્જીન, પાર્કિંગ તથા એફએસઆઇ વળતરનો લાભ આપવા (૬) જેન્તીભાઇ મનજીભાઈ સગપરિયા વિગેરેની કપાતમાં ગયેલી ૨૭૭.૫૧ ચો.મી.જમીન સામે વૈકલ્પિક વળતર પેટે અસરગ્રસ્તની કપાતમાં ગયેલી જમીનથી નજીક આવેલા મનપાના અનામત પ્લોટ નં.આર-૨માં જમીન ફાળવણી કરવા (૭) શ્રી સરકાર વતી રાજકોટ જિલ્લા કલેક્ટરની કપાતમાં ગયેલી ૧૭૮.૦૫ ચો.મી.જમીન પેટે વૈકલ્પિક વળતર સ્વરૂપે મનપાના અનામત પ્લોટ એસ.આઇ.-૬માં જમીન ફાળવવા તેમજ આ અંગે સ્કિમ વેરિડ કરવાની જગ્યાએ સરકારી ધોરણે જમીન ફાળવવા અલગથી કાર્યવાહી કરવા (૮) રામભાઇ હરજીભાઇ મોકરિયા તથા વિગેરેની કપાતમાં ગયેલી ૨૪૬.૯૩ ચો.મી. જમીન કપાતના વૈકલ્પિક વળતર સામે તેમની જમીનથી નજીક આવેલી મનપાની માલિકીના અનામત પ્લોટ નં.આર-૯માં જમીન ફાળવવા સહિત ઉપરોક્ત મુજબ કુલ ૮ને જમીન કપાતનું વૈકલ્પિક વળતર આપવાનું મંજૂર કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application