BREAKING NEWS

મનપામાં કાલે સ્ટેન્ડિંગ: ઉપલાકાંઠે નવા રોડ, રામ વનમાં કેન્ટીન કોન્ટ્રાક્ટ વિગેરે દરખાસ્તો

  • November 10, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મનપામાં આવતીકાલે ચેરમેન જયમીન ભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વિવિધ બાવન દરખાસ્તો અંગે નિર્ણય થશે. જેમાં મુખ્યત્વે રામ વન માં ફૂડ કેન્ટિનનો કોન્ટ્રાક્ટ આપવા, ઉપલાકાંઠે નવા રોડ બનાવવા તેમજ ઓડિટ બ્રાન્ચના ત્રણ હંગામી પટાવાળાને કાયમી સેટ અપની જગ્યા ઉપર નિયુક્ત કરવા સહિતની દરખાસ્ત સમાવિષ્ટ છે.

વિશેષમાં ઓડિટ બ્રાન્ચની દરખાસ્ત અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઓડિટ બ્રાન્ચના હાલ હંગામી ધોરણે ફરજ બજાવતા કિશોરસિંહ ટી.જાડેજા, હરગોવાન કે.ચાવડા અને પુરૂષોતમ સી.ચાવડાનો ઓડિટ વિભાગના કાયમી સ્ટાફ સેટ અપમાં સમાવેશ કરવા દરખાસ્ત કરાઇ છે, હાલ કુલ પાંચ કાયમી જગ્યા ખાલી પડી છે જેમાંથી ત્રણ જગ્યા ઉપર ઉપરોક્ત હંગામી કર્મીઓની નિયુક્તિ કરવા અંગે આવતીકાલે નિર્ણય લેવાશે.



એજન્ડામાં સમાવિષ્ટ મુખ્ય દરખાસ્તો

(૧) રામ વનની ફૂડકોર્ટ કેન્ટિનનો કોન્ટ્રાક્ટ આપવા

(૨) ટીપી અને ડીપી રોડની માપણીના કોન્ટ્રાક્ટની મુદ્ત વધારવા

(૩) મેન પાવર (ડ્રાઈવર) કોન્ટ્રાક્ટના ત્રિવાર્ષિક કોન્ટ્રાક્ટમાં મુદ્દત વધારો આપવા

(૪) મ્યુનિ.કાર્યક્રમોમાં એલઇડી સ્ક્રીન, લેસર શો માટે કોન્ટ્રાક્ટ કરવા

(૫) નવા ભળેલા વિસ્તારોમાં રોડ ઉપર સેન્ટ્રલ ડીવાઈડર બનાવવા

(૬) ઉપલાકાંઠે વોર્ડ નં.૪,૫,૬,૧૫, ૧૬ અને ૧૮માં નવી બનતી વિવિધ સોસાયટીઓમાં રસ્તા બનાવવા તેમજ ટીપી રોડના મેટલિંગ કરવા

(૭) વિવિધ વોર્ડમાં સફાઈ તેમજ કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટ આપવા

(૮) જ્ડુસ ચોકના પે એન્ડ યુઝ ટોયલેટના સંચાલનનો કોન્ટ્રાક્ટ આપવા

(૯) રણછોડ નગર શેરી નં.૧૦માં આવેલ મહાપાલિકાની શાળાનું બિલ્ડિંગ ટ્રસ્ટને ભાડે આપવા

(૧૦) ઓડિટ વિભાગમાં હંગામી જગ્યા ઉપર ફરજ બજાવતા ત્રણ પટાવાળાને કાયમી સેટ અપમાં સમાવેશ કરવા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application