લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં એક મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવી છે. જેમાં કુલ 11,925 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભરતી બોર્ડે ઉમેદવારોને મહત્વની સૂચના આપતા જણાવ્યું કે, પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બાદ ઉમેદવારોને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ઓનલાઈન ભરી પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે. OTP વેરિફિકેશન બાદ જ પ્રક્રિયા પૂર્ણ ગણાશે. ઉમેદવારો 3 ડિસેમ્બર 2025ના રાત્રે 11:59 વાગ્યા સુધી સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરી શકશે.

PSIની 858 ખાલી જગ્યા ભરાશે
પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગૃપ-2નો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન(સ્નાતક) કરેલું હશે તે ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે.

LRDની 12,733 જગ્યાઓ પર ભરતી
લોકરક્ષક (LRD)ની 12733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં મુખ્યત્વે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઈ (પુરૂષ/મહિલા)ની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.12 પાસ કરેલું હોવું તેવા ઉમેદવારો લોકરક્ષક (LRD) માટે અરજી કરી શકશે.