BREAKING NEWS

આટકોટમાં હાઈવે પર જોખમી સ્પીડ બ્રેકર દૂર ન કરતા લોકોમાં રોષ

  • October 22, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ–ભાવનગર હાઈવે પર યુનિક સ્કૂલ પાસે તત્રં દ્રારા બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકરને દૂર કરવાની માંગ ઉઠી છે. આ સ્પીડ બ્રેકરના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતના બનાવો પણ વધી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલે વીરનગર ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્ય દ્રારા તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. જેના કારણે વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ખાસ કરીને રાત્રિના સમયે આ સ્પીડ બ્રેકર વાહનચાલકો માટે જોખમી બની રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે. વારંવાર અકસ્માતના બનાવો બનતા હોવા છતાં તત્રં દ્રારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો ન હોવાને કારણે અનેક સવાલો ઊભા થયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application