BREAKING NEWS

ભીમનગર પાસે દેશીદારૂના અડ્ડા પર જનતા રેડ: દારૂની પોટલીઓ મળી

  • February 28, 2026 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં દેશી- વિદેશી દારૂના ધંધાર્થીઓ પર કડક કાર્યવાહી કરવાના પોલીસના દાવા વચ્ચે પણ ઠેકઠેકાણે દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે તે વાત સૌ જાણે છે. ત્યારે પોલીસના આ દાવાઓનો છેદ ઉડાવતી ઘટના આજરોજ સામે આવી છે. શહેરના તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવેલા ભીમનગર પાસે દેશી દારૂના અડ્ડાઓ પર જનતાએ રેડ પાડી હતી. જે દરમિયાન દેશી દારૂના જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.


શહેરના કાલાવાડ રોડ પર નાનામવા પાસે આવેલા ભીમનગરમાં રાત્રીના જનતા રેડ પડી હતી. આ જનતા રેડ દરમિયાન અહીંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બંધાણીઓ માટેની દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. જનતા રેડ દરમિયાન આવી પહોંચેલી પોલીસને સ્થાનિકો માત્ર નામ પુરતુ નહીં પણ અંદર જઇ વ્યવસ્થિત ચેકિંગ કરો તો હજુ પણ મોટા પ્રમાણમાં દશી દારૂનો જથ્થો મળી આવશે તેવું આક્રોશભેર જણાવ્યું હતું.


અહીં દેશીદારૂના અડ્ડાના લીધે પ્યાસીઓ અહીં અડીંગો જમાવી બેસતા હોય જેથી રોજબરોજ નાની મોટી માથાકૂટ ઉપરાંત અહીંથી મહિલાઓ યુવતીઓને એકલુ પસાર થવું મુશ્કેલ બની જવા પામ્યું છે. જે બાબતે પોલીસને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ પોલીસે નામ માત્રની કામગીરી કરી સંતોષ માની લીધો હોય તેમ આ શખસોની પ્રવૃત્તિ બેરોકટોકપણે ધમધમી રહી છે. જેથી અંતે લોકોની ધીરજ ખૂટતા આજે લોકોએ આ વિસ્તારમાં જતના રેડ કરી હતી. જે દરમિયાન દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ હવે આગામી દિવસોમાં દેશી દારૂના ધંધાર્થીઓ પણ કડક કાર્યવાહી કરે છે કે કેમ? કે પછી જેસે થે એ જોવાનુ રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application