પુડુચેરીની સાયબર ક્રાઇમ પોલીસે એક જબરદસ્ત સાયબર છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્ક કથિત રીતે એન્જિનિયરિંગ કોલેજની અંદરથી ચાલવામાં આવી રહ્યું હતું.તપાસ અધિકારીઓએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે આ મૂળભૂત રીતે સાયબર ક્રાઇમનું કેન્દ્ર છે. સાયબર ક્રિમિનલ પોલીસે શોધી કાઢ્યું કે વિદ્યાર્થીઓ ₹90 કરોડના કૌભાંડ સાથે સંકળાયેલા આ રેકેટમાં તેમના મિત્રો અને સહપાઠીઓના બેંક ખાતા સાયબર ગુનેગારોને વેચી રહ્યા હતા. તપાસકર્તાઓનું કહેવું છે કે આ ગુનેગારોએ ભારતમાંથી પૈસા લોન્ડર કર્યા હતા પછી તેને દુબઈ મોકલ્યા હતા અને ચીની નેટવર્ક દ્વારા તેને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કર્યા હતા.
આ રીતે સામે આવ્યો આખો મામલો
બે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ પોલીસનો સંપર્ક કર્યો ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.અહી અભ્યાસ કરતા દિનેશ અને જયપ્રતાપના બેંક ખાતા અચાનક ફ્રીઝ કરવામાં આવ્યા હતા. બંને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓએ તેમના મિત્ર હરીશ સાથે તેમના ખાતાની વિગતો શેર કરી હતી.ત્યાર બાદ આવું બન્યું હતું.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કૌભાંડની રકમ જમા કરવા માટે આ ખાતાઓનો ઉપયોગ ડંકી એકાઉન્ટ તરીકે કરવામાં આવી રહ્યો હતો. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ખાતાઓમાંથી ઓછામાં ઓછા ₹7 કરોડ ઉપાડવામાં આવ્યા હતા.
પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે, જેમાં ચાર એન્જિનિયરિંગ સ્નાતકોનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા યુવાનોમાં થોમસ ઉર્ફે હયાગ્રીવા, હરીશ, ગણેશન, ગોવિંદરાજ, યશ્વિન, રાહુલ અને અયપ્પનનો સમાવેશ થાય છે. પોલીસે 5 લાખ રોકડા, 171 ચેકબુક, 75 ATM કાર્ડ, 20 મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર, અનેક બેંક પાસબુક, ક્રેડિટ કાર્ડ અને એક કાર જપ્ત કરી છે.