BREAKING NEWS

નસીદ્દીન શાહ નક્સલવાદી વિચારધારા ધરાવતા હોવાનો પુનિત ઇસ્સરનો દાવો

  • October 29, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીઆર ચોપરાની ‘મહાભારત’માં દુર્યોધનની ભૂમિકા ભજવનાર અનુભવી અભિનેતા પુનિત ઇસ્સરએ નસીરુદ્દીન શાહના તાજેતરના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી છે. 66 વર્ષીય અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે નસીરુદ્દીન શાહ તેમના વરિષ્ઠ અને શિક્ષક રહ્યા છે, પરંતુ તેઓ દેશના ‘‘પસંદગીના‘‘ મુદ્દાઓ પર જે રીતે ટિપ્પણી કરી રહ્યા છે તે ખોટી છે. પુનિત ઇસ્સરએ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી ભૂખ હડતાળ પર નસીરુદ્દીન શાહની તાજેતરની ટિપ્પણીઓની કડક ટીકા કરતા કહ્યું કે પીઢ અભિનેતાની વિચારસરણી એકતરફી, ડાબેરી અને નક્સલવાદી છે. પુનિત ઇસ્સરએ મોદી સરકારને ટેકો આપતા કહ્યું કે આ દેશના લોકોએ ચૂંટ્યા છે અને તેને સત્તામાં લાવ્યા છે. તેમણે જેએનયુના વિદ્યાર્થીઓ અને કહેવાતા ‘‘ટુકડે ટુકડે ગેંગ‘‘ નો પણ ઉલ્લેખ કર્યો.



પુનીત ઇસ્સરનું આ નિવેદન નસીરુદ્દીન શાહે ફેસબુક પર જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટેકો આપતો એક વીડિયો શેર કયર્નિા બે દિવસ પછી આવ્યું છે. દિલ્હી સ્થિત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 12 ઓક્ટોબરથી વિદ્યાર્થી સંઘને પુન:સ્થાપિત કરવાની માંગણી સાથે ભૂખ હડતાળ પર છે. નસીર શાહે પોતાના વીડિયોમાં મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું, ‘‘હું ગર્વથી કહું છું કે, હું માનસિક નક્સલવાદી છું. માનસિક નક્સલવાદીઓ ઉપરાંત, ચોકીદારે મારા જેવા લોકો માટે ઘણા બધા શબ્દોનો ઉપયોગ કર્યો છે.



પુનીત ઇસ્સરએ નસીરુદ્દીન શાહને કડક સલાહ આપી. તેમણે કહ્યું, ‘‘સૌ પ્રથમ, નસીરુદ્દીન શાહ અમારા વરિષ્ઠ છે. તેઓ અમારા શિક્ષક રહ્યા છે, તેમનું સન્માન કરવામાં આવે છે, અને તેઓ ખૂબ જ સારા કલાકાર છે. પરંતુ હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે તમે તમારા વિચારો વ્યક્ત કરો છો, ત્યારે તમારે પસંદગીયુક્ત ન બનવું જોઈએ.



નસીરુદ્દીન શાહના વિચારો અને વિચારસરણીની ટીકા કરતા પુનીત ઇસ્સરએ કહ્યું કે પીઢ અભિનેતાની વિચારસરણી એકતરફી, ડાબેરી અને નક્સલવાદી તરફી છે. તેમણે કહ્યું, ‘‘દુનિયા અને ભારતને લગતા કેટલા મુદ્દાઓ પર તમે મૂક પ્રેક્ષકની જેમ ચૂપ રહો છો? તમે ફક્ત એકતરફી, ડાબેરી અને નક્સલવાદી તરફી વિચારો પસંદ કરો છો અને દરેક બાબત પર તે વૈચારિક દ્રષ્ટિકોણથી પ્રતિક્રિયા આપો છો. પુનીત ઇસ્સરએ આગળ કહ્યું, ‘‘આ ’ટુકડે ટુકડે ગેંગ’ અને જેએનયુના લોકોને જુઓ. જ્યારે આપણા દેશમાં દોષિત ગુનેગારો અને જેલમાં બંધ આતંકવાદીઓની વાત આવે છે, ત્યારે આ લોકો તેમની મુક્તિની વાત કરે છે અને તેમના પક્ષમાં બોલે છે. જો તમે આવા લોકોને ટેકો આપો છો, તો ભારતીય હોવાનો શું અર્થ છે?‘‘



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application