BREAKING NEWS

પંજાબી સિંગર અફસાના ખાનનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું..!

  • August 04, 2026 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની જાણીતી સિંગર અને 'બિગ બોસ' ફેમ અફસાના ખાન એક મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધુરંધર'ના ગીતોથી ધૂમ મચાવનાર અફસાના ખાનનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ ઘટનાથી સિંગર ભારે નિરાશ અને ચિંતિત જોવા મળી રહી છે.એકાઉન્ટ હેક થયા બાદ અફસાના ખાને એક ખાસ વિડીયો મેસેજ જાહેર કરીને પોતાના ચાહકો અને ફોલોઅર્સને ચેતવણી આપી છે.
અફસાનાએ પોતાના વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે:વર્ષેાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા એ માત્ર એક પ્લેટફોર્મ નથી, પરંતુ વર્ષેાની મહેનતથી બનેલો એક પરિવાર છે. તેના દ્રારા જ તે પોતાના નવા ગીતો, લાઈવ શો અને પર્સનલ લાઈફની અપડેટસ ફેન્સ સુધી પહોંચાડતી હતી. આ રીતે કોઈ અજ્ઞાત હેકર દ્રારા એકાઉન્ટ હેક કરવું એ ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય છે.અફસાનાએ ફેન્સને કડક અપીલ કરી છે કે જો તેના હેક થયેલા ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી કોઈ શંકાસ્પદ મેસેજ, લિંક, મેટાફેસબુકના નામે કોઈ માહિતી કે પૈસાની માંગણી કરવામાં આવે, તો તેના પર ભૂલથી પણ વિશ્વાસ ન કરવો કે કોઈ પ્રતિસાદ ન આપવો. આ એક સાયબર ફ્રોડ હોઈ શકે છે. અફસાના ખાને આશા વ્યકત કરી છે કે મહાકાલના આશીર્વાદ અને ફેન્સની દુઆઓથી તેનું એકાઉન્ટ ટૂંક સમયમાં જ રિકવર થઈ જશે. હાલમાં અફસાનાની ટેકનિકલ ટીમ અને સાયબર સેલની મદદથી એકાઉન્ટ પાછું મેળવવાની કામગીરી ચાલી રહી છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સેલેબ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટસ હેક થવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે હવે કલાકારો માટે એક ચિંતાનો વિષય બન્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application