ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી, વર્ષ ૨૦૨૫-૨૬માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ગઇકાલથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે જેમાં રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓના ખરીદ કેન્દ્રો અને ખરીદ કરનાર સંસ્થાઓના નામો ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટના જુના માર્કેટ યાર્ડ સંકુલ ખાતે રાજકોટ તાલુકાના ખેડૂતો પાસેથી ખરીદીનો શુભારંભ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા તથા વાઇસ ચેરમેન વિજયભાઇ કોરાટ, ડિરેક્ટર જે.કે.પીપળીયા, તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઇ ઢોલરીયા, જારિયા સહકારી મંડળી પ્રમુખ હેમતભાઇ ઉંધાડ, રામનગર સહકારી મંડળી પ્રમુખ ગોવિંદભાઇ બોઘરા, ગઢકા મંડળી પ્રમુખ ચુન્નીભાઈ કલોલા તથા ખેડૂતોની ઉપસ્થિતિમાં કરાયો હતો. પહેલા જ દિવસે વિશાળ સંખ્યામાં આગેવાનો તેમજ ખેડૂતો ઉમટી પડ્યા હતા.
રાજકોટ જિલ્લાના વિવિધ ૧૧ તાલુકા ખાતેના ખરીદ કેન્દ્રો અને સંસ્થાઓના નામ નીચે મુજબ છે. રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકામાં(૧) પડધરીના મોવિયા ગામ ખાતે ડુંગરકા સેવા સહકારી મંડળી લી. અને ખંભાળા જૂથ સેવા સહકારી મંડળી લી.ભારત હોટલ પાસે તથા (૨) રાજકોટ તાલુકાના જાળિયા સેવા સહકારી મંડળી લી., ગઢકા જૂથ સેવા સહકારી મંડળી લી અને રામનગર સેવા સહકારી મંડળી લી. એ.પી.એમ.સી.(જુનું), જ્યારે (૩) લોધિકા તાલુકામાં થોરડી રોડ રમત ગમત ગ્રાઉન્ડ ખાતે કોઠાપીપળીયા સેવા સહકારી મંડળી લી.અને રાવકી જૂથ સેવા સહકારી સંઘ ખાતે ખરીદી થશે.
ઉપલેટા તાલુકામાં (૧) સરદાર પટેલ સર્વોદય સેવા સહકારી મંડળી પોરબંદર રોડ સ્થિત જીવરાજભાઈ ભુરાભાઈ ઓઈલ મિલ ખાતે (૨) ઉપલેટા તાલુકા કોટન જીનીંગ પ્રોસેસિંગ ખ.વે. સહ.મં.લી પોરબંદર રોડ રાજુભાઈ છગનભાઈ ખુંટી ખાતે (૩) સાજડીયાળી કોટન સેલ પ્રેસિંગ સો.લી.કોલકી રોડ સંજયભાઈ માકડિયાની વાડી ખાતે (૪) ઉપલેટા ખેડૂત સેવા સહકારી મંડળી લી. એ.પી.એમ.સી.ખાતે ખરીદી કરાશે.
ગોંડલ તાલુકામાં (૧) બીલીયાળા જૂથ સેવ સહકારી મંડળી લી.નેશનલ હાઈ-વે, વૈદિક બેક બોન એન્ટરપ્રાઈઝ ખાતે (૨) ગોંડલ તાલુકા સહ ખ.વે. સંઘ લી. પટેલ બોર્ડીંગની સામે (૩) જામવાડી જૂથ સેવા સહકારી મંડળી લી. જામવાડી ગામ પાસે નેશનલ હાઇ-વે ખાતે (૪) કોલીથડ જૂથ સેવા સહકારી મંડળી લી. અનીડા કોલીથડ ખાતે ખરીદી કરાશે.
જસદણ તાલુકામાં (૧) સરદાર પટેલ સેવા સહકરી મંડળી લી. જોગવાડ ગામે ખોડલ કોટન પ્રોસેસિંગ પ્રા.લી. (૨) તણસવા સરદાર જીનીંગ પ્રોસેસિંગ અને ખ.વે. સંઘ લી વિંછીયા રોડ તથા વાંગધ્રા સેવા સહકારી મંડળી લી. અને અમૃતા વિવિધ કાર્યલક્ષી મહિલા સહકારી મંડળી લી વિંછીયા એપીએમસી સહિતના કેન્દ્રો નિયત કરાયા છે.
કોટડા સાંગાણી તાલુકા ખાતે (૧) રાજપરા જૂથ સેવા સહકારી મંડળી લી.હડમતાળા ગામે અને (૨) અરડોઈ ગામના કિશાન સેવા સહકારી મંડળી લી. તથા (૩) પાંચિયાવદર જૂથ સેવા સહકરી મંડળી ગીરીરાજ જીનીંગ મીલ અને જામકંડોરણા ખાતે (૧) સરદાર પટેલ કિશાન સેવા સહકારી મંડળી લી. અને સાતોદડ સેવા સહકારી મંડળી લી. ધોરાજી કાલાવડ રોડ (૨) રાજકોટ કો.ઓપ.કોટન માર્કેટીંગ યુનિયન લી. એપીએમસી જામકંડોરણા દ્વારા ખરીદી કરાશે.
જેતપુર તાલુકામાં (૧) દેવકીગાલોલ સેવા સહકારી મંડળી લી. ચાંપરાજપુર ખાતે (૨) ચારણીયા સેવા સહકારી મંડળી લી. સરદાર ચોક (૩) મેવાસા જૂથ સે.સ.મં.લી. ધોરાજી નેશનલ હાઈ-વે ખાતે તેમજ ધોરાજી તાલુકામાં ધોરાજી સેવા સહકારી મંડળી લી, એપીએમસી બાજુમાં અતુલ ઓઈલ કેક ઇન્ડ.ખાતે ખરીદી થશે