પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે કોટડા સાંગાણી ખાતે આવેલા પીપળેશ્ર્વર મહાદેવ મંદિરે આસ્થા અને ભકિતનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર માસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્રારા આયોજિત આ ઉત્સવમાં સમગ્ર માસ દરમિયાન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત, દર્શનાર્થીઓ અને ભકતોની સુવિધા તેમજ સેવાના ભાગરૂપે ઠંડા પીણા અને શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પુરુષોત્તમ માસની આ ભવ્ય ઉજવણીમાં આસપાસના ગ્રામજનો અને ભકતો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. પીપળેશ્ર્વર મહાદેવના સાંનિધ્યમાં યોજાતા આ ધાર્મિક કાર્યક્રમોને લઈને સમગ્ર વિસ્તારમાં ભકિતમય માહોલ છવાઈ ગયો છે