ખારચીયા ગામમાં રોડના કામમાં બેદરકારીના આક્ષેપો, આટકોટના તાલુકા પંચાયત સદસ્ય અજય વાસાણીએ ઉઠાવ્યો અવાજ ખારચીયા ગામ, ગોંડલ રોડ ગોંડલ રોડ પર આવેલા ખારચીયા ગામમાં રોડના પેચવર્કની કામગીરી દરમિયાન કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. રોડના ખાડાઓ પૂરવાની કામગીરીમાં પૂરતાં સાધનો, ખાસ કરીને રોલરનો ઉપયોગ થતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ પેચવર્ક કરતાં પહેલાં ખાડાઓની યોગ્ય સફાઈ કરવામાં આવતી ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.આ કામગીરીને લઈને આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અજય વાસાણીએ ભ્રષ્ટાચાર અને કામની ગુણવત્તા સામે અવાજ ઉઠાવ્યો છે. તસવીર પણ ઊભા કરે છે સવાલો ! સામે આવેલી તસવીરમાં ટ્રકમાંથી રોડ પર કપચી જેવી સામગ્રી નાખવામાં આવી રહી છે અને કામદારો તેને પાથરતા જોવા મળે છે. તસવીરમાં રોલર નજરે પડતું નથી. ત્યારે સવાલ એ છે કે શું આ કામગીરીમાં જરૂરી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? શું રોડના ખાડાઓની યોગ્ય સફાઈ કર્યા બાદ જ પેચવર્ક કરવામાં આવ્યું હતું? જવાબદાર તંત્રને સીધા સવાલો ▪️ રોડના પેચવર્કમાં ગુણવત્તાના નિયમોનું પાલન થાય છે કે નહીં? ▪️ જરૂરી મશીનરી વિના કામગીરી કરવામાં આવી હોય તો જવાબદાર કોણ? ▪️ સરકારી નાણાંથી થતાં કામની ગુણવત્તાની તપાસ કોણ કરશે? ▪️ શું સંબંધિત અધિકારીઓ સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે? જનતાના પૈસાથી થતાં વિકાસનાં કામોમાં ગુણવત્તા જળવાવી જ જોઈએ. જો કામગીરીમાં કોઈ ગેરરીતિ કે બેદરકારી થઈ હોય, તો તેની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે અને રોડની કામગીરી અંગે સ્પષ્ટતા કરે છે કે નહીં. તસવીરો કરશન બામટા આટકોટ