BREAKING NEWS

પ્રેમિકા સાથે ઝઘડો થતા આર.કે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના રૂમમાં ફિઝિયોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત

  • May 18, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-ભાવનગર રોડ પર આવેલી ત્રંબા પાસેની આર.કે.યુનિવર્સીટીની બોયસ હોસ્ટેલમાં રહેતા ફિઝિયોના છાત્રએ રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સાથી છાત્રોમાં ગમગીની છવાઈ છે. યુવકને સાથે અભ્યાસ કરતી યુવતી સાથે મિત્રત્તા હોય તેના મન દુઃખમાં પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


મળતી વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના પુણેનો વતની અને હાલ ત્રંબા નજીક આવેલી આર.કે. યુનિવર્સિટી બોયસ હોસ્ટેલમાં રહીને ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતો આયુષ રુસ્તમભાઈ દરાડે(ઉં.વ.19)ના છાત્રએ શનિવારે રાત્રિના દશેક વાગ્યાના અરસામાં હોસ્ટેલ રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો. સાથી છાત્ર રૂમમાં યુવકને બોલાવવા જતા દરવાજો ખોલતો ન હોય આથી બારીમાંથી જોતા આયુષ લટકતો હતો. આ જોઈ બુમાબુમ કરતા હોસ્ટેલ સંચાલક સહીત છાત્રો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા ઇએમટી જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો. મૃતક આયુષ બે ભાઈઓમાં નાનો હતો અને તેના પિતા પુણેની એક સંસ્થામાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે.


પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર છાત્ર આર.કે. યુનિવર્સિટીમાં ફીઝીયોથેરાપિસ્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો સાથે અભ્યાસ કરતી અને કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી મુંબઈની યુવતી સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે કોઈ વાતને લઈને મનદુઃખ થતા આ વાતનું યુવકને લાગી આવતા પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું. બનાવની પરિવારને જાણ કરતા પરિવાર રાજકોટ દોડી આવ્યો હતો અને પુત્રના નિષ્પ્રાણ દેહ જોઈને આક્રન્દ સર્જયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application