BREAKING NEWS

ઓક્ટોબર મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે: RBI ની હોલિડે લિસ્ટ જાહેર, આ રાજ્યમાં 12 દિવસ કામકાજ ઠપ રહેશે

  • October 01, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓક્ટોબર મહિનો તહેવારો અને રજાઓથી ભરેલો રહેવાનો છે, જેને પગલે બેંકિંગ કામકાજ પર મોટી અસર જોવા મળશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ઓક્ટોબર 2026 માટે જાહેર કરવામાં આવેલી સત્તાવાર હોલિડે લિસ્ટ મુજબ, દેશના વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય તહેવારો, સ્થાનિક ઉત્સવો અને ધાર્મિક પ્રસંગોના કારણે અનેક દિવસો સુધી બેંકો બંધ રહેશે. જો તમારે ઓક્ટોબર મહિનામાં બેંક શાખાની મુલાકાત લઈને કોઈ મહત્વપૂર્ણ કામ પતાવવાનું હોય, તો બેંકની રજાઓનું લિસ્ટ જોઈને જ ઘરની બહાર નીકળવું હિતાવહ છે.

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, ઓક્ટોબર મહિનામાં ગાંધી જયંતી, દુર્ગા પૂજા, દશેરા અને નવરાત્રી જેવા અનેક મોટા તહેવારો આવી રહ્યા છે. આ ઉપરાંત, મહિના દરમિયાન 4 સપ્તાહિક રવિવાર (4, 11, 18 અને 25 ઓક્ટોબર) તેમજ બીજા અને ચોથા શનિવારની નિયમિત રજાઓ પણ સામેલ છે.


રાજ્યવાર રજાઓની વાત કરીએ તો, પ્રાદેશિક તહેવારો અને સપ્તાહિક રજાઓને ઉમેરીને ત્રિપુરામાં સૌથી વધુ રજાઓ રહેશે. ત્રિપુરામાં 2, 17, 19, 20, 21 અને 26 ઓક્ટોબરના રોજ તહેવારોને કારણે બેંકો બંધ રહેશે. આ સિવાય 4 રવિવાર અને 2 શનિવાર મળીને ત્યાં કુલ 12 દિવસ સુધી બેંક શાખાઓમાં કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. તેવી જ રીતે પશ્ચિમ બંગાળમાં કુલ 11 દિવસ અને ગંગટોકમાં 10 દિવસ બેંકોમાં રજા રહેશે.


​​​​​​​


બેંક શાખાઓ બંધ રહેવા છતાં ગ્રાહકોને દૈનિક નાણાકીય વ્યવહારોમાં કોઈ મોટી મુશ્કેલી પડશે નહીં. સમગ્ર મહિના દરમિયાન નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, યુપીઆઈ (UPI) અને એટીએમ (ATM) સેવાઓ વિના કોઈ અવરોધે 24 કલાક કાર્યરત રહેશે. જોકે, રોકડ જમા કરાવવી કે ઉપાડવી, પાસબુક પ્રિન્ટિંગ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને ચેક ક્લિયરિંગ જેવા ભૌતિક કામકાજ માટે ગ્રાહકોએ રજાઓ ધ્યાનમાં રાખીને અગાઉથી જ આયોજન કરી લેવું જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News