IPL 2025: RCB બન્યું ચેમ્પિયન, ચાહકોનું 18 વર્ષ પછી ટાઇટલ જીતવાનું સપનું સાકાર થયું 

  • June 04, 2025 08:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા ઇંતઝારનો અંત આવ્યો! રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2025 ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) ને હરાવીને ચેમ્પિયનનો ખિતાબ જીતી લીધો છે. 3 વર્ષ પછી IPL ને નવો 'કિંગ' મળ્યો છે અને RCBના ચાહકોનું દાયકાઓ જૂનો ટાઇટલ જીતવાનો સપનું સાકાર થયું છે.


આજની રોમાંચક ફાઇનલ મેચમાં RCB એ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા હતા. RCB ના બેટ્સમેનોએ જવાબદારીપૂર્વક બેટિંગ કરીને પંજાબ સામે એક સન્માનજનક લક્ષ્ય મૂક્યું હતું.


​​​​​​​191 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સની ટીમ RCB ના બોલરોની ચુસ્ત બોલિંગ સામે દબાણમાં આવી ગઈ હતી. પંજાબના બેટ્સમેનોએ સંઘર્ષ કર્યો, પરંતુ RCB ના બોલરો અને ફિલ્ડરોએ તેમને લક્ષ્ય સુધી પહોંચવા દીધા નહોતા. આખરે, RCB એ પંજાબ કિંગ્સને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું.

આ ઐતિહાસિક જીત સાથે RCB ના ચાહકોમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. આ ટાઇટલ RCB ની સખત મહેનત, દ્રઢ નિશ્ચય અને ટીમ ભાવનાનું પરિણામ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application